Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે અને રાકેશ ક્રિષ્‍ણા ગુરુવને બેંકમાંથી છ ટ્રાન્‍જેકશન કરી રૂપિયા ઉપાડયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી મેઈન બજારમાં આવેલ યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની બ્રાન્‍ચમાંથી બોગસ ચેકોથી છ વાર ટ્રાન્‍જેકશન કરી 20,59,600 રૂપિયા ઉપાડી જનાર બે આરોપીઓ વિરૂધ્‍ધ બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે રજૂ કરેલ વાપી કોર્ટમાં ચાર્જસીટ બાદ આરોપીના વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટ બન્ને આરોપીના જામીન મંજુર કર્યા હતા.
આરોપી અજય ચન્‍દ્રકાન્‍ત વારઘડે (રહે.શાહપુર મહારાષ્‍ટ્ર) તેમજ રાકેશ ક્રિષ્‍ણા ગુરવને (રહે.જોગેશ્વરી મુંબઈ)એ ત્રણ જુદા જુદા ખાતાઓમાંથી બેંક ઓફ ઈન્‍ડિયામાંથી બનાવટી ચેકો વટાવી રૂા.20,59,600 ની છેતરપીંડી કરી હતી. ખાતાધારક સાવિત્રી દેવીના ખાતામાંથી રૂા.1.85 લાખ અને રૂા.8.75 લાખ અજય ચન્‍દ્રકાન્‍તવારઘડેના ખાતા તથા બિંદાલ સેબ્‍સ કોર્પોરેશનના ખાતામાંથી રૂા.1.73 લાખ રાકેશ ક્રિષ્‍ણા ગુરવના ખાતામાં તેમજ રૂા.1,99,300 સુરેન્‍દ્રસિંગ માનસિંગના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા. કુલ છ ટ્રાન્‍જેકશન દ્વારા બનાવટી ચેકોથી રૂા.20,59,600 બનાવટી સહી કરી ટ્રાન્‍સફર કરેલા. જેની પોલીસ ફરિયાદ બાદ બન્ને આરોપી જેલમાં હતા. પોલીસે વાપી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરેલ. ત્‍યારબાદ આરોપીઓના એડવોકેટ હર્ષ એ. પટેલએ તર્ક તેમજ સબંધિત પુરાવા રજૂ કરતા નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. અન્‍ય બે આરોપી સલ્લાહદ્દિન અને સુરેન્‍દ્રસિંગ વોન્‍ટેડ જાહેર કરેલા હતા.

Related posts

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

Leave a Comment