October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

આંબાવાડીઓમાં કેરીનો પાક બગડવાની ચોમેર દહેશતથી કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
પાછલા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વાતાવરણ પલટાતા સમય કરતા વહેલું ચોમાસુ બેસી ગયું હોય તેમ વલસાડ શહેરથી લઈ અને ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં આજે વરસાદી ઝાપડા વરસ્‍યા હતા.
વેસ્‍ટર્ન પ્રેશરને લઈને સમગ્ર પૂર્વ ભારતમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદે દસ્‍તક દઈ દીધા છે. વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ જતા જનજીવન પ્રભાવિત બન્‍યુ નોકરી, ધંધા માટે નિકળેલા લોકો વરસાદથી અટવાયા હતા. જો કે મોસમના વરસાદની સિઝન પહેલા વરસાદે એન્‍ટ્રી કરી લીધી છે. એવરેજ વલસાડ જિલ્લામાંજુન 10 પછી વરસાદ ચાલુ થતો હોય છે. એટલે 1પ દિવસ પહેલા આવી ગયેલો વરસાદ કમોસમી વરસાદ જ સાબિત થયો છે. વરસાદી માહોલ છવાઈ જતા ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે ઉતરતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે વર્તમાન વરસાદ જગતના તાત માટે મોટે આફત નોતરીરહ્યો છે. માંડ માંડ માર્કેટમાં કેરીનું આગમન જયાં શરૂ થયું હતું. ત્‍યાં વરસાદ આવતા કેરીના પાક બગડશે તેવી દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. ચાલુ વર્ષ આમ પણ કેરીનો પાક માત્ર રપ ટકા જેટલો જ છે ત્‍યારે ઉઘડતી બજારે કેસરનો ભાવ 1પ00 રૂા.થી ર000 સુધીનો હતો. પરંતુ વરસાદના આગમનને લઈ કેરીનો ભાવ ગગડીને 1000 રૂા.ની આસપાસ સુધીનો આજે થવા પામ્‍યો હતો.

Related posts

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment