Vartman Pravah
Breaking Newsવલસાડ

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

વલસાડ તા.16:

રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વલસાડ દ્વારા આયોજિત રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/ બહેનોની સ્‍પર્ધા તા.ર6/12/2021 થી 28/12/2021 ના દિવસો દરમિયાન સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઇસ્‍કૂલ, ચલા-વાપી ખાતે યોજાશે.
આ સ્‍પર્ધાઓ પૈકી બહેનો માટેની સ્‍પર્ધા તા.27/12/2021 રોજ યોજાશે, જે માટેનું રીપોર્ટીંગ તા.26/12/2021 સાંજે 05:00 ક્‍લાકે કરવાનું રહેશે. જ્‍યારે ભાઈઓ માટેની સ્‍પર્ધાતા.28/12/2021ના રોજ યોજાશે, જે માટેનું રીપોર્ટીંગ તા.27/12/2021 સાંજે 05:00 ક્‍લાકે કરવાનું રહેશે.
આ અંગે વધુ જાણકારી માટે વ્‍યાયામ શિક્ષક નિસર્ગભાઈ તિવારીના મો.9737515771 અને પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશકુમાર, પી. નાડોદાના મો.નં.9624086687 સંપર્ક કરવાનો રહેશે. સંબંધિત જિલ્લાની ટીમોએ સ્‍પર્ધામાં ભાગ લેવા અંગેના પ્રવેશપત્રો તા.20/12/2021 સુધીમાં ફુતંરર્ુીશ્રર્તીફુ41ક્‍ળિર્ંીશશ્ર.ણૂંળ ઉપર મોક્‍લી આપવા જણાવાયું છે.
દરેક ટીમોએ કન્‍સેશન દરે મુસાફરી કરવાની રહેશે. પ્રવાસ ખર્ચ જે તે મેનેજરના બેન્‍ક અકાઉન્‍ટમાં આરટીજીએસથી જમા કરવામાં આવનાર હોવાથી બેંક એકાઉન્‍ટની વિગતો તેમજ ઙ્ગતુ અનુસાર બેડિંગ તથા રૂમને લોક કરી શકાય તે માટે તાળુ ચાવી પણ સાથે લાવવાના રહેશે. દરેક ટીમમાં ખેલાડીઓની સંખ્‍યા ભાઇઓ-બહેનો માટે 11 રાખવાની રહેશે. રમતને અનુરૂપ ગણવેશ તથા સાધનો સાથે લાવવાના રેહશે. સ્‍પર્ધાના મેદાન, ભોજન તેમજ નિવાસ સ્‍થળે શિસ્‍તબધ્‍ધ રીતે વર્તવાનું રહેશે. કોઇપણ પ્રકારનું નુકશાન કર્યાનું ધ્‍યાને આવતો તો જે તે જિલ્લાની ટીમ સાથે આવનાર મેનેજર પાસેથી વસુલ કરવામાં આવશે. એલીજીબીલીટી સર્ટિફિકેટની અસલ તેમજ એક કોપી જે તે જિલ્લાના રમત-ગમત અધિકારીની સહી કરાવી ટીમ મેનેજરે રજૂ કરવાનીરહેશે. અહીં ઉપલબ્‍ધ મહત્તમ સાધન મેદાન અને નિવાસની વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરવામાં આવશે. એસ.જી.એફ.આઈ.ના નિયમ મુજબની વેઇટ કેટેગરીમાં જ ખેલાડીઓને સ્‍પર્ધામાં ભાગ લેવા દેવામાં આવનાર હોવાનું જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ આદિવાસીની જમીન પર કરેલા ગેરકાયદેસર કબજા સામે ચાલુ કરેલી તપાસમાં અધિકારીઓની ઢીલી નીતિ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

Leave a Comment