October 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

કોન્‍ટ્રાક્‍ટરનો લુલો બચાવ : સાત દિવસ રિપેરીંગ કામ કરી દેવાશે

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ નજીક નેશનલ હાઈવે મછોલી ખાડી બ્રિજ ઉપર બ્રિજમાં ભંગાણ સર્જાતા વાહન વહેવાર પ્રભાવિત થયો હતો.
લગાતાર વરસાદને લઈ નેશનલ હાઈવેની તકલાદી કામગીરી ઠેર ઠેર ઉજાગર થવા લાગી છે. વલસાડથી વાપી સુધી હાઈવે ઉપર ખાડા અને પાણી ભરાવાની જાણે સામાન્‍ય બાબત બની ચૂકી છે. આજે બુધવારે વલસાડ નજીક નેશનલ હાઈવે મછોલી ખાડી બ્રિજ ઉપર ભંગાણ પડયું હતું. ભંગાણ એટલું જોખમી હતું કે પુલના સળીયા પણ ખુલ્લા થઈ ગયા હતા. ભંગાણને લીધે ટ્રાફિક અવર જવર પ્રભાવિત બનતા પોલીસને ટ્રાફિક કન્‍ટ્રોલ કરવાની ફરજ પડી હતી. આ બાબતે કોન્‍ટ્રાક્‍ટરે લુલો બચાવ કરતા જણાવ્‍યું હતું કે, દિન સાતમાં રિપેરીંગ કરી દેવામાં આવશે. આવી હાઈવેની ખરાબી ઠેર ઠેર સર્જાઈ ચૂકી છે. બધુ રામ ભરોસે ચાલી રહ્યું છે. ખડકી પાસે, બગવાડા ટોલનાકા નજીક, બલીઠા જેવી અનેક જગ્‍યાએ હાઈવે ઉપર ખાડાની ભરમાર થઈ ચૂકી છે. છતાં હાઈવે ઓથોરિટી દ્વારા રોડની જાળવણી અંગેની પોલ વરસાદે ખુલ્લી પાડી દીધી છે.

Related posts

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment