દાનહ સિવિલ સોસાયટીના અધ્યક્ષ સની ભિમરાના નેતૃત્વમાં સીઈઓ અપૂર્વ શર્માની મુલાકાત કરી રજૂ કરેલો પ્રસ્તાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.રર
દાનહ સિવિલ સોસાયટીના અધ્યક્ષ શ્રી સની ભીમરાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજે દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માની મુલાકાત કરી તેમને અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અમલ કરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓની જાણકારી પણ સિવિલ સોસાયટીના સભ્યોને આપી હતી.
આ પ્રસંગે દાનહ સિવિલ સોસાયટીના અધ્યક્ષ શ્રી સની ભિમરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની તરફ અગ્રેસર બન્યો છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી દાદરા નગર હવેલીની રોનક બદલાઈ ચૂકી છે અને છેવાડેના લોકોમાં પણ એક આશા જન્મી છે ત્યારે, જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં થતા વિકાસ કામોનું સોશિયલ ઓડિટ માટે ડીએનએચ સિવિલ સોસાયટીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને મુખ્ય કાર્યકારી અધિકારીએ સ્વીકાર કરી વિવિધ યોજનાઓના અમલ માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું હતું.