December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત મસાટ પ્રાથમિક ગુજરાતી શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિક્ષકો બાળકો અને વાલીઓ વચ્‍ચે સમન્‍વય અને શાળા પ્રણાલી સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે અને નબળા શિક્ષણના સ્‍તરને ઊંચું લઈ જવા જેવા આવશ્‍યક મુદ્દાઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ અવસરે કમિટી સભ્‍યોની નિમણૂક કરવામાં આવી જેમાં વાલીઓ દ્વારા શાળા પ્રબંધન સમિતિ માટે નવા અધ્‍યક્ષ શ્રી અવિનાશ પટેલ અને ઉપાધ્‍યક્ષ તરીકે શ્રી રાજેશ પટેલ અને સભ્‍ય સચિવ શ્રી રણજીત પટેલની નિમણુક કરવામાં આવી હતી. આ અવસરે શાળાના આચાર્ય શ્રી રણજીત પટેલ, મસાટ ભાજપ મંડળનાપ્રમુખ શ્રી અશ્વિન પટેલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

Leave a Comment