Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા તેમજ ક્‍વોરી વ્‍યવસાય સાથે સંકળાયેલ રાજેશભાઈ મોહનભાઈ પટેલને તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. જેમાં વર પક્ષ દ્વારા કન્‍યાને ચઢાવવાના અંદાજિત 23 તોલા જેટલા દાગીના ભરેલ બેગ કોઈ યુવક ઉઠાવી જતા ભીલાડ પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલની પુત્રી એકતા સાથે લગ્ન ગોઠવ્‍યા હતાં. 10મી ડિસેમ્‍બરે આ લગ્ન હતા. રાત્રિના નવ વાગ્‍યા બાદ જાન લઈને વરપક્ષ મંડપમાં પહોંચ્‍યા હતા. કન્‍યાપક્ષ દ્વારા જાનનું ભવ્‍ય સ્‍વાગત કરી જાનૈયાઓને આવકાર્યા હતા. જેમાં લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્‍યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્‍યા ઉપર મળી નહતી. રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્‍યોએ લગ્ન મંડપ અને આજુબાજુના વિસ્‍તારમાં કન્‍યાના સોનાના ઘરેણાં ભરેલી બેગની શોધખોળ કરી હતી. પરંતુ બેગ ન મળતાં કંઈ લગ્ન મંડપમાંથી સોનાના ઘરેણાં ભરેલી બેગની ચોરી થઈ હોવાનું ધ્‍યાને આવતા ઉદ્યોગપતિનાં ઘરે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સૂટ બૂટમાં આવેલ અજાણ્‍યો ઈસમ જાનૈયા અને રાજેશભાઇના પરિવારના સભ્‍યોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને રફુચક્કર થતો દેખાયો હતો.
દાગીના ભરેલ બેગમાં કન્‍યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા જેનું અંદાજિત વજન 23 તોલાનાં સોનાના ઘરેણાં હતા. જેની કિંમત રૂા. 7.89 લાખના ઘરેણાંની ચોરી થઇ હતી. રાજેશભાઇ પટેલે બનાવ અંગે ભીલાડ પોલીસને જાણ કરતા ભીલાડ પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભિલાડ પોલીસે એલસીબી, એસઓજીની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

Leave a Comment