Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે દમણની સરકારી કોલેજમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ, શ્રી પવન એચ. બંસોડની અધ્‍યક્ષતામાં રેગિંગ વિરોધી કાયદાની જાગૃતિ હેતુ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને રેગિંગના કારણે થતું નુકસાન અને તેની રેગિંગની આડ અસરો તથા એન્‍ટી રેગિંગ અધિનિયમ – 2009ની બાબતમાં વિદ્યાર્થીઓને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણની સરકારી કોલેજ ખાતે યોજાયેલ રેગિંગ વિરોધી કાનૂની શિબિરમાં રાજ્‍યકાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ-સચિવ અને સિવિલ જજ (સિનિયર ડિવિઝન) અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બંસોડે કોલેજ અને શિક્ષણ સંસ્‍થાઓમાં થતી રેગિંગની પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે, રેગિંગ એક ગુનો છે, જેના માટે કાયદાની કડક જોગવાઈઓ છે. તેમણે વિદ્યાર્થીઓને રેગિંગ કરવાથી બચવા અને એન્‍ટી રેગિંગ એક્‍ટ માટે બનેલ કાયદાની કડક જોગવાઈઓથી વાકેફ કર્યા હતા.
અત્રે આયોજીત શિબિરમાં ખાસ ઉપસ્‍થિત રહેલા એડવોકેટ શ્રી નવીન શર્મા અને શ્રી મનોજ ચુડાસમાએ વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે રેગિંગ કરવું એ કાયદેસરનો ગુનો છે. જો સંસ્‍થા કે છાત્રાલયમાં દેખાવ કે પહેરવેશ વિશે અપમાનજનક ટિપ્‍પણી કરવી, વિચિત્ર નામોથી ચીડવવું, પ્રાદેશિકતા, ભાષા કે જાતિ, ધર્મના આધારે અપમાનિત કરવું, આ તમામ કળત્‍યો રેગિંગની શ્રેણીમાં આવે છે. કોઈપણ કોલેજમાં રેગિંગ હવે એન્‍ટી રેગિંગ એક્‍ટ હેઠળ મોટો ગુનો છે. જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં દોષિત પુરવાર થાય છે તો તે વિદ્યાર્થીને સજાની સાથે સાથે સંબંધિત કોલેજમાં કાર્યવાહી કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને રેગિંગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્‍યા હતા. જાગૃતિ શિબિરનું સંચાલન એડવોકેટ શ્રી સંજય પટેલે કર્યું હતું.

Related posts

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્દી હાસ્ય કવિ ગોષ્ઠી મંચનું આયોજન કરાયું

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment