April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે દમણની સરકારી કોલેજમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ, શ્રી પવન એચ. બંસોડની અધ્‍યક્ષતામાં રેગિંગ વિરોધી કાયદાની જાગૃતિ હેતુ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને રેગિંગના કારણે થતું નુકસાન અને તેની રેગિંગની આડ અસરો તથા એન્‍ટી રેગિંગ અધિનિયમ – 2009ની બાબતમાં વિદ્યાર્થીઓને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણની સરકારી કોલેજ ખાતે યોજાયેલ રેગિંગ વિરોધી કાનૂની શિબિરમાં રાજ્‍યકાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ-સચિવ અને સિવિલ જજ (સિનિયર ડિવિઝન) અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બંસોડે કોલેજ અને શિક્ષણ સંસ્‍થાઓમાં થતી રેગિંગની પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે, રેગિંગ એક ગુનો છે, જેના માટે કાયદાની કડક જોગવાઈઓ છે. તેમણે વિદ્યાર્થીઓને રેગિંગ કરવાથી બચવા અને એન્‍ટી રેગિંગ એક્‍ટ માટે બનેલ કાયદાની કડક જોગવાઈઓથી વાકેફ કર્યા હતા.
અત્રે આયોજીત શિબિરમાં ખાસ ઉપસ્‍થિત રહેલા એડવોકેટ શ્રી નવીન શર્મા અને શ્રી મનોજ ચુડાસમાએ વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે રેગિંગ કરવું એ કાયદેસરનો ગુનો છે. જો સંસ્‍થા કે છાત્રાલયમાં દેખાવ કે પહેરવેશ વિશે અપમાનજનક ટિપ્‍પણી કરવી, વિચિત્ર નામોથી ચીડવવું, પ્રાદેશિકતા, ભાષા કે જાતિ, ધર્મના આધારે અપમાનિત કરવું, આ તમામ કળત્‍યો રેગિંગની શ્રેણીમાં આવે છે. કોઈપણ કોલેજમાં રેગિંગ હવે એન્‍ટી રેગિંગ એક્‍ટ હેઠળ મોટો ગુનો છે. જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં દોષિત પુરવાર થાય છે તો તે વિદ્યાર્થીને સજાની સાથે સાથે સંબંધિત કોલેજમાં કાર્યવાહી કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને રેગિંગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્‍યા હતા. જાગૃતિ શિબિરનું સંચાલન એડવોકેટ શ્રી સંજય પટેલે કર્યું હતું.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah

Leave a Comment