September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

અધિકારીઓએ યુનિટવિઝીટ, સીઈટીપી લાઈન,
ડ્રેનેજ કનેકશનની તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી જીપીસીબીને મળેલી ફરિયાદ બાદ વાપીની વિવિધ કંપનીઓમાં ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી. વિવિધ કંપનીના સેમ્‍પલ કલેક્‍ટર કરીને ગાંધીનગર વડી કચેરીએ મોકલાવાયા છે.
હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્‍યારે કેટલીક કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાના અહેવાલો બાદ જીપીસીબીએ એકશન શરૂ કરી છે. જીઆઈડીસી થર્ડ ફેઈઝ સ્‍થિત આવેલ હેમા ડાયકેમ નામની કંપનીમાં સેમ્‍પલ કલેક્‍ટર કરાયા હતા તેની સાથે સાથે અન્‍ય કંપનીઓમાં પણ રૂટીન ચેકીંગ, સીઈટીપી લાઈન, ડ્રેનેજ કનેકશન વિગેરે બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. છેલ્લા એક સપ્તાહથી લગાતાર કામગીરી જી.પી.સી.બી. દ્વારા થઈ રહી છે. જો કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી આ કામગીરીને અંતે સબ સલામત હોવાનો રાગ જ આલાપવામાં આવશે. જી.પી.સી.બી. ગમે તેમ દોડધામ કરે પણ હજુ સુધી પ્રદૂષિત પાણી ઠાલવવાની કામગીરી ક્‍યાંક ને ક્‍યાંક ચાલી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.

Related posts

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

Leave a Comment