Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

કંપનીઓ કેમિકલ વેસ્‍ટ કચરો પંચાયતના આશિર્વાદથી કરવડમાં ઠલવાતો રહ્યો છે, પ્રશાસન પગલાં ભરવામાં નિષ્‍ફળ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નજીક આવેલ કરવડ ગામમાં ભંગારીયા દ્વારા ઠલવાતા કચરામાં વધુ એક વાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બીજા બનાવ કોચરવા ગામે પણ ખુલ્લા મેદાનમાં આગ લાગી હતી.
વાપી કરવડ અને ડુંગરી ફળીયા વિસ્‍તાર આગ માટે એ.પી. સેન્‍ટર બની ચુક્‍યા છે. છાશવારે આ વિસ્‍તારોમાં આગ લાગવાના બનાવો બને છે. ભંગારીયાઓનો કેમિકલ વેસ્‍ટ કચરો જાહેર મેદાનમાં નાખવામાં આવે છે. જેને લઈ વારંવાર આગ લાગવાના બનાવ બનતા રહે છે. કરવડ પંચાયતની રહેમ નજર હેઠળ આવી ગેરકાયદે ભંગારની પ્રવૃત્તિઓ બેરોકટોક ફુલી ફાલી ચૂકી છે. જી.પી.સી.બી. કે અન્‍ય એજન્‍સીઓ ભંગારીયાને નાથવામાં અસફળ રહીછે. પરિણામે વારંવાર ડુંગરી ફળીયા કે કરવડ વિસ્‍તારોમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે જે સાર્વજનિક હિત માટે ક્‍યારેક મોટું જોખમ બની શકે એમ છે.

Related posts

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથી ઝડપાયેલ આશરે રૂા.9.24 કરોડનો દારૂનો નાશ કરાયો

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment