January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

વાપી, દમણ, સેલવાસ, સરીગામમાં અનેક ઔદ્યોગિક
એકમોની એમણે ડિઝાઈન કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીના સૌથી જુના 1974 થી કાર્યરતઆર્કિટેક, કન્‍સલટન્‍ટ એન્‍જિનિયર ભામાશાના હુલામણા નામે જાણીતા એવા નગીનભાઈ પટેલનું બુધવારના રોજ થયેલ અવસાનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વાપી વસાહતમાં તેમજ દમણ, સેલવાસ, સરીગામમાં અનેક એકમોની ડિઝાઈનર તથા દમણમાં 50 વર્ષથી લાયન્‍સ ક્‍લબ સાથે સંકળાયેલા એવા નગીનભાઈ પટેલને તેમના અવસાન થકી અનેક સેવાકીય કાર્યોના પ્રણેતાને લોકો નિરંતર યાદ કરતા રહેશે. 1974 થી એન્‍જિનિયરીંગ ક્ષેત્રે કામગીરી દરમિયામ તેમને અનેક ઔદ્યોગિક એકમોની ડિઝાઈન, વાપી જીઆઈડીસી ઓફિસની ડિઝાઈન પણ નગીનભાઈ પટેલએ બનાવી હતી. સામાજીક ક્ષેત્રે તેમમે ઉદવાડામાં કોળી સમાજની રચના કરી હતી. સમાજના ઉત્‍થાન માટે વર્ષો સુધી સક્રિય રહ્યા હતા અને મોભી હતા. દમણમાં છેલ્લા 50 વર્ષથી લાયન્‍સ મેમ્‍બર તરીકે સેવા આપતા રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે પણ રુચી ધરાવતા અનેક બાળકોની ફી ભરતા હતા તેમજ બાળકો દત્તક પણ લેતા હતા. તેમના ધર્મપત્‍ની સવિતાબેન પટેલ, ભાઈ દયાળભાઈ (કોપરલી), પૂત્ર કિરણ (પ્‍લાસ્‍ટીક એન્‍જિનિયર), નાનો પૂત્ર ઉદય (સિવિલ એન્‍જિનિયર), મોટી દિકરી કુંદન, નાની દિકરી હિના પટેલ (સમર્પણ જ્ઞાન સ્‍કૂલ) સહિત અનેક શુભેચ્‍છકો, લાયન્‍સ પરિવાર નગીનભાઈ પટેલના અવસાનથી શોકમગ્ન બન્‍યા હતા.

Related posts

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધામાં જી.એચ.એસ. શાળા નાની દમણ પ્રથમ ક્રમે વિજેતાઃ જી.એચ.એસ. શાળા દમણવાડા બીજા સ્‍થાને

vartmanpravah

Leave a Comment