October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અમદાવાદમાં બનેલી ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના બાદ વલસાડ પોલીસ પણ એક્‍શનમાં આવે એ જરૂરી વલસાડ જિલ્લાના પારડી અને કપરાડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નાનાપોંઢા થી મોટાપોંઢા, નાનાપોંઢા થી કપરાડા, ધરમપુર, પારડી, ચિવલ, ઉદવાડા રોડ, રોહિણા, ગોઇમા, અરનાલા (મારીમાતા ચોકડી) તમામ ચાર રસ્‍તાઓ પર વાહનોમાં સઘન ચેકીંગ કરી કોબિંગ હાથ ધરવામાં આવે એ જરૂરી બન્‍યું પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મીઓનો મોટો સ્‍ટાફ કામગીરીમાં જોડાય એ જરૂરી છે. લાયસન્‍સ નંબર પ્‍લેટ વિનાના વાહન ચાલકો નશાની હાલતમાં હોય એવા સામે મોટર વ્‍હીકલ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. નશો અને બાપના બની બેસેલા દીકરાઓ વાહન હંકારતા ટીનેજર્સને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે એ પણ જરૂરી છે. જ્‍યારે ગામમાં ચોકડીના લારી પાનના ગલ્લા ચાની હોટેલો પર પોતાની બેઠક જમાવી બેસી રહેતા અસામાજિક તત્‍વોને શોધવાની જરૂરી છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દારૂ કરતા ગાંજો જેવા નશાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય શકે. પોલીસ દ્વારા દારૂના અડ્ડા ભૂલી હવે યુવાનો સગીર વયના બાળકો ગાંજો પીતાહોય છે. દારૂનું દૂષણ કરતાં હવે ગાંજો વધુ પ્રમાણમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચાલી રહ્યો છે. દારૂ પીધેલા વ્‍યક્‍તિ ખબર પડે છે. પણ ગાંજો પીધેલા આખો દિવસ નશામાં હોય છે. એ ખબર ના પડે.
જે પણ વ્‍યક્‍તિ પકડી પાડવા આવે એની સામે વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એ જરૂરી છે. સંવેદનશીલ વિસ્‍તારોમાં આવેલ ઘરોમાં પણ સર્ચ કરવામાં આવે એવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
અમદાવાદના ઈસ્‍કોન બ્રિજ પર તથ્‍ય પટેલની કાર વડે બનેલા ગમખ્‍વાર અકસ્‍માતની ઘટનામાં 10 લોકો ના જીવ ગયા છે. હીંચકારી આ ઘટનાને લઈ સૌ કોઈ લોકો સ્‍તબંધ રહી ગયા છે.

Related posts

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

vartmanpravah

દોષિતોને કડકમાં કડક સજાની માંગણી સાથે દમણ-સેલવાસમાં અનુ.જાતિ સમુદાયે વિશાળ રેલી યોજી દુષ્‍કર્મની ઘટનાને વખોડી

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment