January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: આગામી 29-07-2023 ના રોજ મુસ્‍લિમ બિરાદરોનો મોહરમ એટલે કે તાજીયાનો તહેવાર હોય પારડી તથા પારડીના આજુબાજુના વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છિનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે એક શાંતિસમિતિની બેઠક મળી હતી.
પારડી તથા આજુબાજુના વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી.જે. સરવૈયા એ બેઠકમાં ઉપસ્‍થિત સૌ હિન્‍દુ મુસ્‍લિમ પ્રબુદ્ધ નાગરિકોને અનેક સલાહ સૂચનો કરવામાં આવ્‍યા હતા અને સામેથી પણ મુસ્‍લિમ બિરાદરોને તેઓ કયાંથી કયાં રૂટ થી તાજીયા લઈ જશે અને એને કયાં ઠંડા કરવામાં આવશે, તાજીયાના જુલૂસમાં આશરે કેટલા બિરાદરો ઉપસ્‍થિતિ રહેશે જેવી તમામ માહિતીઓ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત હિન્‍દુ મુસ્‍લિમ વચ્‍ચે કંઈક અનિચ્‍છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્‍યાન રાખવામાં આવે નું પણ ખાસ સૂચન કરવામાં આવ્‍યું હતું.
સામે પક્ષે ઉપસ્‍થિત રહેલા સૌ મુસ્‍લિમ બિરાદરોએ પણ વર્ષોની પરંપરા મુજબ હિન્‍દુ-મુસ્‍લિમ ભાઈ-ભાઈની ભાઈચારાની ભાવનાથી મોહરમની ઉજવણી કરવામાં આવશે હોવાની ખાત્રી આપવામાં આવી હતી.
આજની આ શાંતિ સમિતિની બેઠકમાં અનવરભાઈ, ભરતભાઈ પટેલ, પ્રેમલસિહ ચૌહાણ, ધર્મેશ મોદી, નીલ શેઠ, વેપારી મંડળના પ્રમુખ કલ્‍પેશભાઈ, ઉપ પ્રમુખ દિવ્‍યેશભાઈ, કોલકના સરપંચ ગ્રેવિન ટંડેલ, ઉપ સરપંચ અઝીઝ કોલક્કર, દિલાવર, ફૈસલ, ઈશામ, નીરવ દેસાઈ, સાજીદ, રઝિંન, ફઝલ, જીજ્ઞેશ, સલમાન, નોમન, માઝ, સવબન, યાસીન, જોબિર, ફૈઝ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમસફળ બનાવ્‍યો હતો. આજના આ કાર્યક્રમમાં યુવાનોની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.

Related posts

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment