September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસર ચેકપોસ્‍ટ પરથી ઈકોના સ્‍ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: દારૂ હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્‍યારે દમણથી એક ઈકો કારમાં દારૂનો જથ્‍થો ભરી નીકળી હોવાની બાતમી કલસર ચેકપોસ્‍ટ પર વાહન ચેકિંગનું કામ કરતી પારડી પોલીસને મળતા પારડી પોલીસે દમણ તરફથી આવેલી ઈકો કાર નંબર જીજે 16 એપી 0696 ને અટકાવી હતી અને તલાસી લેતા કારના સ્‍ટેપની ટાયર અને પાછળની સીટ પાસે પગ મુકવાના જગ્‍યાએ ચોરખાના મળ્‍યા હતા. જેમાંથી પોલીસને વિદેશી દારૂના પાઉચ નંગ 383 જેની કિંમત રૂા.47,875 મળી આવતા ચાલક મોહમ્‍મદ ઉર્વેશ સકીલા એહમદ ઘંટીવાલા અને સલમાન ખાન બંને રહે.અંકલેશ્વર ભરૂચની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે દારૂ અને કાર મળી રૂા.2,57,875 નો મુદ્દામાલ કબજે લઈ આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા સાલેર ઉર્ફેશાહરૂખ મહેબુબ પઠાણ રહે.અંકલેશ્વર પોલીસ ચોકી આગળ અને અન્‍ય એક ઈસમને પારડી પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યો છે.

Related posts

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા ઉપર સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલાતા ભારે બબાલ મચી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment