October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.27: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નવસારી આયોજીત ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામ તાલુકા માટે રક્‍તદાન શિબિરનું આયોજન વિદ્યાકુંજ સમરોલી પ્રાથમિક શાળા ખાતે સવારે 09.30 કલાકે અને બપોરે 13.00 કલાકે જ્ઞાનકિરણ સમાજ ભવન સુરખાઈ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ દર્શનાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિત, જિલ્લા પંચાયત સભ્‍ય નિકુંજભાઈ પટેલ સમરોલી ગામના સરપંચ શીલાબેન તલાવિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવીનભાઈ પટેલ, ખેરગામ -ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ઘટક સંઘ ચીખલીના પ્રમુખ હિતેશભાઈ પટેલ સાથે તમામ હોદ્દેદારો, ઘટક સંઘ ખેરગામના પ્રમુખ દિવ્‍યેશભાઈ ચૌહાણ સાથે તમામ હોદ્દેદારો, નવસારી ઘટક સંઘના પ્રમુખ રાજેશભાઈ ચૌધરી, શાળાના આચાર્ય તેમજ શિક્ષકોની હાજરીમાં દીપ પ્રાગટ્‍ય કરી આ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમરોલી ખાતે 28 બોટલ રક્‍ત એકત્રીત કરવામાં આવ્‍યું હતું. આતબક્કે સૌથી વધુ વખત રક્‍તદાન કરનાર સુભાષભાઈ પટેલ 78 વખત, દિવ્‍યેશભાઈ ચૌહાણ 28 વખત અને યતીનભાઈ 21 વખતનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ અને તાલુકા પંચાયત પ્રમુખે સંઘની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
બીજા સેશનમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે બપોરે જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલે સમાજને પ્રેરણારૂપ કાર્ય કરનાર સૌ શિક્ષકોને અભિનંદન આપ્‍યા. જિલ્લા શિક્ષક સંઘના આહ્‌વાન થકી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ 65 બોટલ રક્‍ત એકત્રીત કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પને સફળ બનાવવા બદલ ઘટક સંઘના પ્રમુખ ઘટક સંઘ સમગ્ર ટીમ, સી.આર.સી., બી.આર.સી. અને સૌ શિક્ષકો મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કુલ 93 બોટલ રક્‍ત એકત્ર કરવા બદલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ   

vartmanpravah

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

vartmanpravah

Leave a Comment