September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બગવાડા ટોલનાકા ઉપર સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલાતા ભારે બબાલ મચી

બબાલ બાદ ધસી આવેલ પોલીસે મામલો થાળે પાડવાની હાથ ધરેલ કવાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નજીક આવેલ બગવાડા ટોલનાકા ઉપર આજે સોમવારે ટોલ કર્મચારીઓ અને સ્‍થાનિક વાહન ચાલકો વચ્‍ચે વધુ ટોલ ઉઘરાવતા મામલો બીચકાયો હતો. ઉભી થયેલી બબાલમાં હાથાપાઈ પણ થઈ હોવાના અહેવાલ છે.
હાઈવે ઓથોરીટી દ્વારા બગવાડામાં કાર્યરત ટોલનાકા ઉપર અવાર નવાર કોઈના કોઈ બાબતે ઉગ્ર વિવાદો સર્જાતા રહે છે. આજે તેવો વધુ એક વિવાદ સર્જાયો હતો. સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલવામાં આવતા સ્‍થાનિકવાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. ટોલ કર્મચારીઓ સાથે મોટી બબાલ ઉભી થઈ હતી. મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયાનું કહેવાય છે. પારડી પોલીસને ઘટનાની જાણ થતા બગવાડા ટોલનાકા ઉપર આવી પહોંચી મામલો સંભાળી લીધો હતો. તેમજ વાત વધુ વણશે નહીં તેથી મામલો થાળે પાડવાની કવાયત હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બગવાડા ટોલનાકા ઉપર અવાર નવાર વાહન ચાલકો અને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ સાથે વિવાદો બનતા, ઉભા થતા રહ્યા છે.

Related posts

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment