September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.04 : આજે સરકારી પ્રાથમિક શાળા ડાભેલ ખાતે મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઇન્‍દિરાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વરસાદી ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં વરસાદનું મહત્‍વ સમજીને એક્‍શન સાથે ખૂબ જ મધુર વરસાદી ગીત ગાયું હતું.
શાળાના તમામ વિદ્યાર્થીઓએ આજે આ વરસાદી ગીતનો ટ્રેન્‍ડ માણ્‍યો હતો. શાળાના શિક્ષકો શ્રીમતી ભારતીબેન અને શ્રીમતી ઉષાબેને આ વરસાદી ગીતનું આયોજન કર્યું હતું અને નિર્ણાયક/નિરીક્ષક બનીને વિદ્યાર્થીઓને નંબરો પણ આપવામાં આવ્‍યા હતા. શાળાના મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઇન્‍દિરાબેન પટેલે તમામ બાળકોને તેમની રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે વર્ષાઋતુનું મહત્‍વ સમજાવતા કહ્યું કે સમગ્ર ભારતમાં વરસાદનું ખૂબ જ મહત્‍વ છે. જો વરસાદ પડે તો આપણું જીવન પૂર્ણ થાય છે.
સ્‍પર્ધામાં ભાગ લેનારા 1 થી 3 ક્રમ સુધી વિજેતા વિદ્યાર્થીઓને પેન, પેન્‍સિલ, રબર, નોટબુક આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઇન્‍દિરાબેન પટેલ સહિત ટીચિંગ સ્‍ટાફ શ્રી કિરીટ ભંડારી, શ્રીમતી ભારતીબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતીહેમલતાબેન, શ્રીમતી કામિનીબેન, શ્રીમતી મીનાબેન, શ્રીમતી બીનાબેનનો વિશેષ સહયોગ રહ્યો હતો.

Related posts

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment