October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

પોલીસે દારૂનો જથ્‍થો-મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ રૂરલ પોલીસે વલસાડ હાઈવે ઉપરથી માછલીના બોક્ષની આડમાં સંતાડાયેલ રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપી પાડયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ટ્રક ચાલકની અટક કરી હતી.
બુટલેગરો અને દારૂના ખેપીયાઓ સેલવાસ-દમણથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા પેંતરા અજમાવતા રહે છે તે અનુસાર વલસાડ રૂરલ પોલીસને બાતમી મળીહતી કે દમણથી બિલીમોરા પહોંચાડવા દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક નિકળવાની છે તેથી રૂરલ પોલીસે હાઈવે ઉપર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક નં.જીજે 11 ઝેડ 7222 ની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ટુંકમાં માછલીના આઈસ બોક્ષની આડમાં માછલીઓ સાથે દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હતો. પોલીસે રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો તથા મુદ્દામાલ તરીકે ટ્રક કબજે કરી ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

Leave a Comment