September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

  • માછીમાર પરિવારો દ્વારા પરંપરાગત રીતે સત્‍ય નારાયણની પૂજા અને હવન કરી દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવી ખીર રોટલાનો ધરેલો નૈવેધ

  • જિલ્લા કલેક્‍ટરે માછીમારી વ્‍યવસાય અર્થે રવાના થતા માછીમાર ભાઈઓને શુભ કામના પાઠવી વધારેલો ઉત્‍સાહ અને ઉમંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ દીવના 75 ટકા લોકો માછીમારી વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની ઋતુ દરમિયાન 3 મહિના માટે જિલ્લા પ્રશાસન દ્વારા દરિયામાંનાની નાની માછલીઓનો ઉછેર થવાનો સમય હોય અને દરિયામાં કરંટ સાથે ઊંચા ઊંચા મોજાંઓ ઉછળતા હોવાના કારણે 3 મહિના માટે દરીયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. 3 મહિના પૂર્ણ થતાં અરબી સમુદ્રમાં કોઈ સરક્‍યુલેશન સિસ્‍ટમ સક્રિય ન હોવાને કારણે માછીમારો માટે યોગ્‍ય વાતાવરણ સર્જાતા દીવ જિલ્લા પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી આપી દીવના કલેક્‍ટર શ્રી ફર્રમન બ્રહ્મા તેમજ દમણ-દીવ દાદરા નગર હવેલી ફિશરીઝ સેક્રેટરી શ્રી સૌરભ મિશ્રા, એ.ડી.એમ ડો. વિવેક કુમાર, ઉચ્‍ચ ફિશરીઝ અધિકારીઓ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભિખાભાઈ, સરપંચો સહિત માછીમાર અગ્રણીઓએ વણાંકબારા ગોમતી માતા જેટી પર માછીમારોને કપાળમાં તિલક કરીને મોં મીઠું કરાવ્‍યું અને લાઈફ જેકેટનું વિતરણ કરીને શુભકામના પાઠવી આવી હતી. આ પ્રસંગે માછીમાર ભાઈઓમાં ભારે ઉત્‍સાહની લાગણી જોવા મળી હતી. માછીમારોએ બોટને દરિયામાં ઉતારતા પહેલા બોટમાં સત્‍યનારાયણની કથા અને હવન-પૂજા કરી હતી.
દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવતાં માછીમાર સમાજે દીવ જિલ્લા પ્રશાસનનો આભાર માની ઉત્‍સાહ અને ઉમંગથી માછીમારી નવી મૌસમનો શુભારંભ કર્યો હતો. માછીમારોની બોટ દરિયામાં તરતી થતાં માછીમાર સમાજનીમહિલાઓએ આખો દિવસનો ઉપવાસ રાખી કુળદેવીને ખીર રોટલીના નૈવેધ ધરીને દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવીને ખીર રોટલીના નૈવેધ ધરીને દરિયા દેવને કળશથી જળ-દૂધનો અભિષેક કરીને ‘હે દરિયા દેવ અમારા ધણી દિકરાઓ અમારા પરિવારના ગુજરાન માટે માછીમારી માટે ગયેલ હોય હેમખેમ માછીમારી કરીને પરત આવે અને અમારી કમાણીમાં બરકત આપે અને આ વર્ષ સુખમય શાંતિમય રહે’ એવી પ્રાર્થના કરી હતી.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

Leave a Comment