Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

ઉમરગામના સંજાણ રેલવે સ્‍ટેશનના પુનઃ વિકાસનો શિલાન્‍યાસ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો

જે અંગ્રેજો આપણા પર 200 વર્ષ રાજ કર્યું તે ઈંગ્‍લેન્‍ડ અર્થતંત્રમાં છઠ્ઠા ક્રમે ધકેલાયું જ્‍યારે ભારત પાંચમાં ક્રમે આગળ આવ્‍યું: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

રૂા. 18.10 કરોડના ખર્ચે સંજાણ રેલવે સ્‍ટેશનનું પારસી સમાજની સંસ્‍કૃતિના આધારે નવીનીકરણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: દેશમાં આજે એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્‍ટેશન યોજના હેઠળ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી સમગ્ર દેશમાં રૂા.24,470 કરોડથી વધુ ખર્ચે પુનઃનવીનીકરણ થનારાં પ08 રેલવે સ્‍ટેશનો માટે શિલાયન્‍સ કર્યો હતો. જે પૈકી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્‍ટેશનની પણ કાયાપલટ થનાર હોય રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં સંજાણ સ્‍ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્‍યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેની તકતીનું અનાવરણ મંત્રીશ્રી કનુભાઈ અને સંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યુંહતું.
આ પ્રસંગે રાજ્‍યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, ભારત નવી ઊર્જા અને નવા સંકલ્‍પ સાથે આગળ વધી રહ્યું છે ત્‍યારે દેશના 508 રેલવે સ્‍ટેશનોને રિનોવેટ કરી, નવી સુવિધા પૂરી પાડવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે. આજે સંજાણ અને આજુબાજુની જનતા માટે નવો સુવર્ણ યુગ શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2002માં શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારથી એમણે ગુજરાતના વિકાસની કેડી કંડારી હતી. જેમાં આદિવાસી વિકાસ યોજના, શાળા-પ્રવેશોત્‍સવ, ખેડૂતોના વિકાસ માટે પશુ મેળા-કૃષિ મહોત્‍સવ અને ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્‍ટ ગુજરાતની શરૂઆત કરી હતી. આજે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન રાજ્‍ય બન્‍યું છે. નરેન્‍દ્રભાઈએ છેલ્લા 9 વર્ષમાં જે કામગીરી કરી છે તેનો ઉત્તમ દાખલો એ છે કે, આપણા દેશ પર 200 વર્ષ રાજ કરનાર ઈંગ્‍લેન્‍ડ અર્થતંત્રના વિકાસમાં પાંચમાં ક્રમે હતું તે અત્‍યારે છઠ્ઠા ક્રમે ધકેલાયું અને ભારત પાંચમાં ક્રમે આગળ આવ્‍યું છે. આ નરેન્‍દ્રભાઈ મોદીની વહીવટી શક્‍તિ, દૂરદર્શિતા અને પ્રમાણિકતાને આભારે છે. આઝાદીના અમૃત મહોત્‍સવમાં ડબલ એન્‍જિનની સરકારમાં આ સમય ગુજરાત માટે સુવર્ણ કાળ છે. ગુજરાતમાં ભૂપેન્‍દ્રભાઈ અને કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ છે. આપણે જે પણ પ્રશ્નો લઈને દિલ્‍હી જઈએતેનો તાત્‍કાલિક ઉકેલ આવે છે.
આ પ્રસંગે પારસી સમાજને યાદ કરી મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં પારસી સમાજે શરણું લીધું ત્‍યારથી આ સમાજ દ્વારા દેશને એક પણ તકલીફ પડી નથી. દેશના લશ્‍કરના વડા જનરલ માણેકશા હોય કે દેશમાં ઉદ્યોગોનો પાયો નાંખનાર જમશેદજી ટાટા હોય તમામ પારસી સમાજે દેશમાં શાંતિ જાળવવા અને વિકાસ સાધવામાં અદમ્‍ય ફાળો આપ્‍યો છે. કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ સંજાણના વિકાસ માટે અનેક વિકાસ કાર્યોના પ્રોજેક્‍ટ હાથ પર લીધા છે એટલે સંજાણવાસીઓ માટે સુવર્ણ કાળ કહી શકાય છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા પછી ગતિ શક્‍તિ પ્રોજેક્‍ટ અમલમાં મુક્‍યો છે. જેમાં ગેસ, વીજળી, પાણી સહિતની વિવિધ કામગીરીની લાઈન માટે તમામ તંત્રોને સાથે રાખી પ્રોજેક્‍ટ ઝડપથી પુરા થાય તે માટે આયોજન કરાયું છે.
વલસાડ-ડાંગના સંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, ઈરાનથી આવેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા બાદ દૂધમાં સાકળની જેમ ભળી ગયા છે. પારસી સમાજે દેશના વિકાસમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યું છે. સંજાણની પ્રજાની રજૂઆત હતી કે, રેલવે ફાટક નં. 68 પાસે અંડર પાસ બ્રિજ બનાવવામાં આવે તેની મંજૂરી મળી ગઈ છે. ભીલાડ અંડરપાસનું કામ ચાલુ છે અને મલાવ ફાટકનું કામ દિવાળીસુધીમાં પૂર્ણ થશે. આમ પ્રજાના વિકાસ માટે સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. સંજાણ રેલવે સ્‍ટેશનથી પણ આ વિસ્‍તારનો તેજ ગતિએ વિકાસ થશે.
પヘમિ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર નિરજ વર્માએ જણાવ્‍યું હતું કે, દેશ અને રેલવે બંને પ્રગતિના પંથે છે. રૂા.18 કરોડ 10 લાખના ખર્ચે સંજાણ રેલવે સ્‍ટેશનનું પારસી સમાજની સંસ્‍કૃતિ અને વિરાસતની ઝાંખી દેખાઈ તે મુજબ નવીનીકરણ થશે. જેમાં ગ્રીન બિલ્‍ડિંગ ધોરણોને અનુરૂપ સુવિધાઓ અને વિકલાંગો માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે.
508 રેલવે સ્‍ટેશનના પુનઃ વિકાસના શિલાન્‍યાસ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ચ્‍યુઅલી સંબોધન કરતા જણાવ્‍યું કે, અત્‍યારે આખી દુનિયા ભારત પર મીટ માંડી રહી છે. દુનિયાનો ભારત પ્રત્‍યેનો અભિગમ બદલાયો છે. આટલી મોટી સંખ્‍યામાં સ્‍ટેશનોનું આધુનિકીકરણ દેશમાં વિકાસ માટે એક નવું વાતાવરણ ઊભું કરશે. આ અમૃત રેલવે સ્‍ટેશનો વ્‍યક્‍તિનાં સાંસ્‍કળતિક વારસામાં ગર્વ લેવાનું પ્રતીક બનશે અને દરેક નાગરિકનાં હૃદયમાં ગર્વની લાગણી પ્રગટાવશે. ભારતીય રેલવેને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા ભાર મુકાઈ રહ્યો છે. અત્‍યારે શ્રેષ્‍ઠ ઓળખ અને આધુનિક ભવિષ્‍ય સાથે રેલવેને જોડવાની આપણીજવાબદારી છે. ઓગસ્‍ટ મહિનો ક્રાંતિ, કૃતજ્ઞતા અને ફરજનો છે. આ મહિનામાં અનેક ઐતિહાસિક પ્રસંગો આવી રહ્યા છે, જેણે ભારતના ઈતિહાસને નવી દિશા આપી હતી. આપણો સ્‍વતંત્રતા દિવસ આપણા તિરંગા અને આપણા દેશની પ્રગતિ તરફ આપણી કટિબધ્‍ધતાને પુનઃવ્‍યક્‍ત કરવાનો સમય છે. ગત વર્ષની જેમ ચાલું વર્ષે પણ આપણે દરેક ઘરમાં તિરંગો લહેરાવીશું એવો સંકલ્‍પ લઈશું.
આ પ્રસંગે દેશભક્‍તિના ગીતો, ગરબા અને અન્‍ય કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ અને ડીઆરયુસીસીના સભ્‍યો સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

Leave a Comment