April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વિનંતી નાકાથી કે.બી.એસ. કોલેજ સુધી 10650 સ્‍ક્‍વેર મીટરનો ગ્રીન બેલ્‍ટનું ઈનોગ્રેશન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીઃ પૃથ્‍વી પરના તમામ રહેવાસીઓ માટે એક સ્‍વચ્‍છ અને સુરક્ષિત વાતાવરણ ખુબ જ જરૂરી છે, અને આ વાતે અવગત વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (વીઆઈએ) અને વીઆઈએની ગ્રીન સોસાયટી દ્વારા ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (જીઆઈડીસી), નોટિફાઇડ એરિયા ઓથોરિટી (એનએએ), વાપી અને વાપી ગ્રીન એન્‍વાયરો લિમિટેડ (વીજીઈએલ) ના સહયોગથી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લેવામાં આવે છે. વીઆઈએ દ્વારા ગુજરાત રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે તા.5મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે નીચે મુજબની અનેક પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે.
વાપી વિનંતી નાકાથી કેબીએસ કોલેજ સુધીના 10650 સ્‍ક્‍વેર મીટરના ગ્રીન બેલ્‍ટને ડેવલપ કરી તેને હરિયાળો બનાવવા માટેના કામનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ 790 મોટા વૃક્ષો, 375 ફળોના છોડ અને 585 અન્‍ય છોડ આમ કુલ 90 પ્રકારના વૃક્ષો અને છોડ તથા 7396 નાના છોડ અને ઝાડીઓનું વાવેતર કરવામાંઆવશે. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમ દરમ્‍યાન જ વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા 250 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.
ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ હસ્‍તે સીઈટીપી વાપી ખાતે લગભગ 101 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. આ સાથે સીઈટીપી વાપી ખાતે વાવવામાં આવેલ વૃક્ષોની સંખ્‍યા લગભગ 13230 જેટલી થઈ ગઈ છે. જે તે પ્રદેશને હરિયાળો બનાવવા માટે ખુબ જ મહત્‍વનો ભાગ ભજવશે.
આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.દ્વારા વીઆઈએની ગ્રીન સોસાયટીના સહયોગથી વાપી ઔદ્યોગિક વસાહતને લાગીને આવેલ સલવાવ નામના ગામની સ્‍મશાનભૂમિના કેમ્‍પસમાં 3.5 એકર જમીનમાં આરતી વન વિકસાવવમાં આવ્‍યું છે. આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આરતી વનનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્‍યું હતું.
આવા કેટલાક કાર્યો વીઆઈએ, વીઆઈએની ગ્રીન સોસાયટી, જીપીસીબી, જીઆઈડીસી, એનએએ, અને વીજીઈએલ એસ્‍ટેટના ઉદ્યોગો અને વેપારી સભ્‍યો સાથે મળીને વાપીને ગ્રીન ગ્‍લોબલ એસ્‍ટેટ બનાવવા અને પૃથ્‍વીનું સંવર્ધન કરવા માટે કરવામાં આવ્‍યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની ઉજવણીના કાર્યક્રમોમાં વીઆઈએના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મગનભાઈ સાવલિયા, માનદ મંત્રી શ્રી કલ્‍પેશભાઈ વોરા, ખજાનચી શ્રીરાજુલભાઈ શાહ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડના મેમ્‍બર્સ શ્રી યોગેશભાઈ કાબરીયા, શ્રી મિલનભાઈ દેસાઈ, શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી રજનીશ આનંદ, સલાહકાર બોર્ડના સભ્‍ય, ગુજરાત સરકારના ભૂતપૂર્વ રાજ્‍યકક્ષાના મંત્રી અને કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, જીપીસીબી વાપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ.જી.પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર શ્રી ડી.બી. સાગર, વીઆઈએના એક્‍ઝિક્‍યુટીવ કમિટીના સભ્‍યો શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી પ્રભાકર બોરોલે, શ્રી મોહિત રાજાણી અને મોટી સંખ્‍યામાં વીઆઈએના તથા ઉદ્યોગોના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

Leave a Comment