Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

વલસાડમાં રેલી, કપરાડામાં સંમેલન યોજાયું : ઢોલ, ડી.જે. સાથે પરંપરાગત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: 1993 યુનાઈટેડ નેશન્‍સે 9 ઓગસ્‍ટના દિવસના આંતરરાષ્‍ટ્રિયઆદિવાસી દિવસ તરીકે જાહેર કર્યા બાદ આદિવાસી દિવસની ઉજવણી ભારતભરમાં ઉજવાય છે. ગુજરાત પૂર્વ પટ્ટીનો વિસ્‍તાર આદિવાસી વિસ્‍તાર છે. તેથી પરંપરાગત 9મી ઓગસ્‍ટે તમામ વિસ્‍તારોમાં આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં વલસાડ શહેર, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં વિવિધ કાર્યક્રમો સાથે આદિવાસી દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડમાં આદિવાસી દિન ઉજવણી અંતર્ગત અટક પારડી ધોળીયા પટેલ સમાજ હોલથી રેલીનો પ્રારંભ થયો હતો. ડી.જે. ઢોલ ત્રાસાના તાલે યુવાનો નાચતા કુદતા રેલીમાં જોડાયા હતા. રેલી શહેરમાં ફરી કલ્‍યાણબાગ આંબેડકર પુતળાએ પહોંચી શાંતિપૂર્ણ સમાપ્ત થઈ હતી. પુતળાને હારતોરા કરવામાં આવ્‍યા હતા. કપરાડામાં ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને જી.પં. પ્રમુખ અલકાબેન શાહ સહિતની ઉપસ્‍થિતિમાં આદિવાસી દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ સાથે વિશિષ્‍ટ બાળકોનું સન્‍માન કરાયું હતું. આ ઉજવણી વિવિધ સ્‍કૂલોમાં કરાઈ હતી. ઢોલ ડુંગરી પ્રાથમિક શાળાના બાળકોએ કલ્‍ચર કાર્યક્રમ યોજી આદિવાસી દિનની ઉજવણી કરી હતી. ધરમપુરમાં વિશાળ રેલી યોજાયેલ બિરસા મુંડા સર્કલ ઉપર હારતોરા કરીને રેલી સમાપ્ત થઈ હતી.

Related posts

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

vartmanpravah

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

પારડી ખાતે ‘પુસ્‍તક પરબ-કિલ્લા પારડી’નો શુભારંભઃ 750થી વધુ પુસ્‍તકોની સાહિત્‍ય પ્રેમીઓ દ્વારા ભેટ

vartmanpravah

કુપોષણ મુક્‍ત નવસારી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment