January 16, 2026
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: વતનથી અંદાજે 1300 કિ.મી. દુર ઉત્તર પ્રદેશનાએટાહમાં મળી આવતા પરિવારજનો સાથે મિલન થયું હતું. યુપીના એટાહ વિસ્‍તારમાં અવાર નવાર ભીખારીના વેશમાં જોવા મળતા કોઈકે વીડિયો બનાવી વાયરલ કરતા પરિવારને તેમની ભાળ મળી હતી. તેમના બે પુત્રોના અકસ્‍માતમાં મૃત્‍યુ બાદ તેઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ભીખારીના વેશમાં મળેલ વ્‍યક્‍તિ શિક્ષિત અને નિવૃત બેન્‍ક મેનેજર હોવાનું બહાર આવતા યુપી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના માંહ્યવંશી મહોલ્લા ખાતે રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ જે મુંબઈમાં ઈન્‍ડિયન ઓવરસીઝ બેંકમાં જનરલ મેનેજરના પદેથી 2009ના વર્ષમાં નિવૃત થયા હતા. અને પત્‍ની સાથે મુંબઈ ખાતે રહી જીવન ગુજરાત હતા. દિનેશભાઈના બે પુત્રોનું અકસ્‍માતમાં મોત નિપજતા તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને વતન રાનવેરીખુર્દ ગામે રહેતા હતા. ત્‍યારે ઘરેથી ઘણીવાર બહાર નીકળી જતા હતા. પરંતુ એપ્રિલ-22માં તેઓ નિકળી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ચીખલી પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ આપી હતી, પરંતુ તેમની ભાળ મળી ન હતી.
આ દરમ્‍યાન ઉત્તર પ્રદેશના એટાહ વિસ્‍તારમાં રોડવેઝ બસસ્‍ટેન્‍ડની બાજુમાં ભીખારીમાં વેશમાં એક શખ્‍સ અવાર નવાર ફરતો જોવા મળતા કોઈકતેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને આ વીડિયો બાદ દિનેશભાઈની હકીકત બહાર આવતા તેમને કોતવાલી નગર પોલીસ પાસે પહોંચાડવામાં આવ્‍યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્‍યમથી વીડિયોના આધારે જાણ થતાં રાનવેરીખુર્દ તેમના પરિવારજનોએ ચીખલી પોલીસનો સંપર્ક કરતા રાનકુવા ચોકીના પોલીસકર્મી દિનેશભાઈ અને કલ્‍પેશભાઈ સહિતનો સ્‍ટાફ પરિવારજનો સાથે યુ.પી. પહોંચી સ્‍થાનિક પોલીસની મદદથી આ નિવૃત બેન્‍ક મેનેજર દિનેશભાઈ ને લઈને હાલે પરત ચીખલી આવવા યુપીથી રવાના થઈ ગયા હતા.
આમ સોશિયલ મીડિયાના માધ્‍યમથી ત્રણેક માસમાં રાનવેરી ખુર્દના નિવૃત બેન્‍ક મેનેજરનું વતનથી અંદાજે 1300 કિ.મી દુર ઉત્તર પ્રદેશમાં પરિવારજનો સાથે મિલન થયું હતું. જેમાં સ્‍થાનિક ચીખલી અને ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી પણ સરાહનીય રહી હતી.

Related posts

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment