Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

આરોપી વિનીત કામેશ્વર પાંડે પાસેથી પોલીસે મોપેડ અને 11 મોબાઈલ સહિત રૂા.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગના વધી રહેલા મામલાઓ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. પેટ્રોલીંગ દરમિયાનજીઆઈડીસી પોલીસે હાઈવે હોટલ ખોડીયાર પાસેથી મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો ગુનેગાર ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
પોલીસ સુત્રો મુજબ હે.કો. વિપુલભાઈ અને સ્‍ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે જીઆઈડીસી હોટલ ખોડીયાર પાસે બે ઈસમો કોર્ડન કરી એક ઈસમની અંગ ઝડતી કરતા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પાસેથી મોપેડની ડીકીમાંથી 7 મોબાઈલ મળી આવ્‍યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્‍યું કે, તેઓ વાપી-દમણ વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગનું કામ કરતા હતા. પોલીસે મોબાઈલ ચોર વિનીત કામેશ્વર પાંડેની ધરપકડ કરી હતી. 75 હજારના કુલ 11 નંગ મોબાઈલ અને 50 હજારનું મોપેડ મળી રૂા.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જીઆઈડીસી પો.સ્‍ટે.ના બે ગુના ડિટેક્‍ટ થયા હતા. વિનિત કામેશ્વર બેકાર છે. પંકજભાઈની બિલ્‍ડીંગમાં રોયલ ગાર્ડન સામે ડાભેલમાં રહેતો હતો. મૂળ બિહારનો વતની છે.

Related posts

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

Leave a Comment