Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

ભાજપ કોંગ્રેસ છોડી સૌ એક મંચ પર ભેગા મળ્‍યા: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બીજે સરવૈયા દ્વારા રેલીને દૂધ કોલ્‍ડ્રિંકસનું વિતરણ : પારડી આંબેડકર ઉદ્યાનથી મોટી સંખ્‍યામાં નીકળેલ રેલી બિરસા મુંડા સર્કલે પહોંચી : 9મી ઓગસ્‍ટ વિશ્વ આદિવાસી દિવસને જાહેર દિવસ ઘોષિત કરી રજા જાહેર કરવાની માગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: 9મી ઓગસ્‍ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. સમગ્ર વિશ્વના આદિવાસી લોકો આજના દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરે છે. આજના દિવસે સૌ આદિવાસીઓ રાજકરણ તથા અન્‍યો ભેદભાવો ભૂલી સૌ એક મંચ પર ભેગા થઈ પોતાની આદિકાળથી ચાલી આવતી પરંપરાનેઉજાગર કરી પોતાના રીત રિવાજો, પ્રસંગો તથા આદિકાળ પોતાના હક્કો સ્‍થાપિત કરવા આજના દિવસે સૌ ભેગા થઈ રેલી સ્‍વરૂપે, સાંસ્‍કળતિક કાર્યક્રમો દ્વારા કે બીજા કોઈ પણ પ્રકારે સરકારને પોતે આ દેશના સાચા માલિક છે અને આદિવાસી સૌ થકી જ આ વિશ્વ ટકી રહ્યું હોવાનો સંદેશ પહોંચતો કરે છે.
પારડી શહેર ખાતે પણ પારડી અને પારડી તાલુકાનો સંયુક્‍ત કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. અગાઉથી આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હોય અને ખૂબ મોટી સંખ્‍યામાં આદિવાસી યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્‍થિત રહેતા આજનો આ પારડી ખાતેનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.
પારડી પોલીસ સ્‍ટેશન સામે આવેલ ઉધાનમાં બાબા આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કર્યા બાદ આદિવાસીઓના પરંપરાગત એવા તુર તેમજ યુવાનોને પસંદ એવા ડી.જે.ના તાલે નાચતા નીકળેલી રેલી ચાર રસ્‍તા થઈ બીરસા મુંડા સર્કલ પાસે જઈ આદિવાસીના ભગવાન એવા બીરસા મુંડા ભગવાનની પૂજા કરી હારતોરા પહેરાવી નાળિયેર વધેરી આ સર્કલનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું હતું.
હળપતી સમાજના પ્રમુખ અને આદિવાસી અગ્રણી એવા કપિલભાઈ હળપતિએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, નવમી ઓગસ્‍ટને સંયુક્‍ત રાષ્‍ટ્ર દ્વારા આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્‍યો છે. આ ઉત્‍સવમાં સમસ્‍તઆદિવાસી સમાજ પારડી શહેર અને તાલુકા સમિતિ દ્વારા સૌ પ્રથમ વખત રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં સમસ્‍ત આદિવાસી સમાજના આગેવાનોએ ઉપસ્‍થિત રહી ઉત્‍સાહના સંચાર કર્યો છે જેને લઈ હવે પછી પારડી તાલુકાની અંદર ભવ્‍યથી ભવ્‍ય રેલીનું આયોજન થશે અને વિશ્વના આદિવાસીઓ જે રીતે આ ઉત્‍સવ ઉજવે છે જેમાં પારડી શહેર અને તાલુકો પણ જોડાશે.
માજી પારડી તાલુકા પ્રમુખ એવા સતિષભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, પારડીમાં ખૂબ ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આજના આ પ્રસંગે આદિવાસી સમાજને એક રાખી એકતા સાથે આદિવાસીઓ પર જે અત્‍યાચાર થાય છે તે દૂર કરવાનો પ્રયત્‍ન અહીંથી કરીશું. આદિવાસીઓ ખૂબ શિક્ષિત થાય અને દેશની ઉન્નતિ કરે અને મૂળ નિવાસી એવા આદીવાસીઓને એક કરી આ દેશની ઉન્નતિ થાય જેને લઈ આ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.
પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલે આજના આ કાર્યક્રમ અંતર્ગત જે સાથ સહકાર મળ્‍યો તે બદલ પારડીના પ્રાંત સાહેબ વસાવા તથા પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયા સહિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેણે પણ મહેનત અને સહયોગ આપ્‍યો હોય તેઓનો આભાર માની આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારને એક વિનંતી કરવામાં આવી છે કેઆ દેશ આદિવાસીઓનો દેશ છે અને આ દેશના મૂળ માલિકો આદિવાસીઓ હોવા છતાં એમના કોઈપણ તહેવાર હોય ભારત દેશમાં કોઈ જાહેર રજા આપવામાં આવતી નથી. આ ઉપરાંત વલસાડ જિલ્લો અનુસૂચિ 5 માં આવતો હોવા છતાં અહીં સરકાર દ્વારા કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો નથી. ખૂબ દુઃખ જ ઘટના છે. સરકારને વિનંતી કરીએ છીએ કે આજના આ આદિવાસી દિવસને દિવાળી, ઈદ જેવા તહેવારોની જેમ જાહેર રજા આપવામાં આવે.
આજના આ કાર્યક્રમમાં પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા દ્વારા એક માનવતા ભર્યું પગલું લઈ આજની આ રેલીમાં ઉપસ્‍થિત સૌ આદિવાસી ભાઈઓ-બહેનોને પારડી ઓવરબ્રિજ નીચે સૌને દૂધ કોલ્‍ડ્રિંક્‍સ એમના તરફથી આપી પ્‍યાસ બુઝાવી ફરજની સાથે સાથે માનવતા ધર્મ નિભાવી એક ઉમદા કાર્ય કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં બિપીનભાઈ પટેલ, કપિલભાઈ હળપતિ, સતિષભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, જીતેશભાઈ હળપતિ, દેવેન્‍દ્ર હળપતિ, મહિન હળપતિ, સુમનભાઈ માહ્યાવંશી, ઠાકોરભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, જીતુભાઈ ભંડારી, દિલીપભાઈ પટેલ, કિરણ પટેલ, મિતુ પટેલ, પરેશભાઈ પટેલ, તારાબેન પટેલ, શીલાબેન પટેલ, શાહીન બિપિન પટેલ, વંશ પટેલ, અમિતભાઈ પટેલ, રવીન્‍દ્રભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, કિરણભાઈ હળપતિ, નરેશભાઈજોગી વિગેરે મહાનુભવો તથા મોટી સંખ્‍યામાં આદિવાસીઓ ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે પી.એમ.જે.એ.વાય– મા કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

Leave a Comment