September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: 36મી આંતરસ્‍કૂલ ક્‍વિઝ કોમ્‍પિટિશન ‘‘પોપ્‍યુલર ક્‍વિઝ કોન્‍ટેસ્‍ટ-2024”નું આયોજન વાપીના કન્નડા સંઘ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની ચૌદ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્‍પિટિશનને ચાર ગૃપમાં વિભાજિત કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચારેય ગૃપમાં સફળતા હાંસલ કરી હતી. જેમાં ગૃપ એકમાં ધોરણ ચારનો વિદ્યાર્થી જૈમિન ભાડજા અને વિદ્યાર્થીની જિયા ભાનુશાલીએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે જ્‍યારે ગૃપ બે માં ધોરણ પાંચનો વિદ્યાર્થી હેરામ્‍બ શર્મા અને ધોરણ સાતનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણીએ તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ગૃપ ત્રણમાં ધોરણ આઠનો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્‍તવ અને ધોરણ દસનો વિદ્યાર્થી યુવરાજ સીંઘે દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જ્‍યારે ગૃપ ચારમાં ધોરણ બારના વિદ્યાર્થીનારાયણ સિંઘ અને હર્ષ રાજપુરોહિતે દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિક રમોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment