Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

આદિવાસી ભવનમાંથી દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરીના આરોપી છગન માહલા અત્‍યાર સુધી ફરાર રહેતાં લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના દપાડા ગ્રામ પંચાયતના સરપંચ છગનભાઈ માહલાને પોતાના પદ ઉપરથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ આજે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ જારી કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દપાડા ગ્રામ પંચાયતના સરપંચ છગનભાઈ માહલા આદિવાસી વિકાસ સંગઠનની સસ્‍પેન્‍ડ કરાયેલી મેનેજમેન્‍ટ કમીટિમાં કોષાધ્‍યક્ષના પદ ઉપર કાર્યરત હતા. દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બર્ખાસ્‍ત કરાયા બાદ વહીવટદાર તરીકે ખાનવેલનામામલતદાર શ્રી ભાવેશ પટેલની નિયુક્‍તિ કરી હતી. શ્રી ભાવેશ પટેલે 2 ઓગસ્‍ટે આદિવાસી વિકાસ સંગઠનના સંચાલકો પૈકી ગૌરાંગ સુરમા, ઈસ્‍માઈલ અલી સહિત સસ્‍પેન્‍ડ થયેલી મેનેજમેન્‍ટ કમીટિના હોદ્દેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસના ઈન્‍વેસ્‍ટીગેટિંગ ઓફિસરે દપાડા ગ્રા.પં.ના સરપંચ અને બર્ખાસ્‍ત થયેલ આદિવાસી વિકાસ સંગઠનના કોષાધ્‍યક્ષને નોટિસ આપી તેમનો જવાબ લેવા માટે બોલાવાયા હતા. પરંતુ શ્રી ભાવેશ પટેલે નોંધેલી ફરિયાદ બાદથી છગન માહલા ફરાર હોવાનું દેખાઈ રહ્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન 2012 કલમ 022એની પેટા સેક્‍શન 1 અંતર્ગત અત્‍યાર સુધી ફરાર રહેલા સરપંચે લોકસેવક તરીકેના કાર્યનું અધઃપતન કર્યું હોવાથી તાત્‍કાલિક અસરથી આજે સરપંચ તરીકે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ કર્યો હતો.

Related posts

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment