(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ નાગરિકની વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલી સારવારની સ્થિતિ તેમજ ઘાયલ નાગરિકની સ્વાસ્થ્યની કાળજી લેવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી. અને ઘાયલના ખબર અંતર પુછી સારી સારવાર મળે એ માટે હોસ્પિટલના અધિકારીઓને સુચના આપી હતી.
સાથે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનેક દર્દીઓને રૂબરૂ મળી ખબર અંતર પુછી, સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારની મુલાકાત કરી હતી. આ દરમિયાન ડોક્ટરોને સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી, મુશ્કેલી, અગવડતા ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી.

Previous post