July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જરને હસ્‍તે કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફીથી પુરસ્‍કૃત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપીની જાણીતી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલેજનો વાર્ષિકોત્‍સવ ‘‘પ્રોત્‍સાહન 2023” વી.આઈ.એ. ઓડિટોરિયમમાં દબદબા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
રોફેલ કોલેજના વાર્ષિકોત્‍સવમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓની ઉપસ્‍થિતિ મધ્‍યે કોલેજ ટ્રસ્‍ટી હેમાંગ નાયક, પ્રિન્‍સિપાલ ડો.પ્રિયકાન્‍ત વેદ સહિત અતિથિઓ દીપ પ્રાગટય કરીને વાર્ષિકોત્‍સવ ‘‘પ્રોત્‍સાહન 2023” નો શુભારંભ કરાવ્‍યો હતો. વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વ વિકાસ માટે કોલેજમાં અભ્‍યાસ સાથે ઈતર પ્રવૃત્તિઓ સતત કાર્યરત રહે છે. ખાસ કરીને સ્‍પોર્ટ્‍સ, ડ્રોઈંગ, નાટક અભિનય, ક્‍વીઝ, વકૃત્‍વ સ્‍પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા વારંવાર ઉજાગર કરતા રહ્યા છે તેવી વિશિષ્‍ઠ વિદ્યાર્થીપ્રતિભાઓને એસ.પી. વિજય ગુર્જરને હસ્‍તે ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એસ.પી.એ. તેમના જીવનમાં મળેલી નિષ્‍ફળતાઓ બાદ કેવી રીતે આઈ.પી.એસ. બન્‍યા તેમની પ્રેરક સંઘર્ષ કથા વિદ્યાર્થીઓ સમક્ષ તેમના પ્રવચનમાં વર્ણવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

વાપી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

vartmanpravah

Leave a Comment