December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત સંકલનમાં દાનહની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા(અંગ્રેજી માધ્‍યમ) ટોકરખાડાથી ‘તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0’નો કરાયો પ્રારંભ

‘તંમાકુ મુક્‍ત’ સંદેશના દૂત બનવા અને પોતાના પરિવાર તેમજ પડોશીઓ અને સમાજમાં જાગૃતિ ફેલાવવા દાનહના મદદનીશ કલેક્‍ટર પિયુષ કુમારનો વિદ્યાર્થીઓને આગ્રહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત સંકલનથી આજે દાનહના ટોકરખાડા સ્‍થિત અંગ્રેજી માધ્‍યમની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા ખાતેથી ‘તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0’નો પ્રારંભ મદદનીશ કલેક્‍ટર શ્રી પિયુષ કુમાર દ્વારા આયોજીત કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરીને કરવામાં આવ્‍યો હતો. આપ્રસંગે શિક્ષણ અધિકારીશ્રી અને ટોકરખાડા શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
ટોકરખાડા શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, આ વર્ષે 60 દિવસીય અભિયાન મુખ્‍ય પાંચ વિસ્‍તારોને પ્રાથમિકતા આપે છે. તેમણે તંમાકુ તેમજ તેની બનાવટની ચીજવસ્‍તુઓના સેવનથી થતાં નુકસાન વિશે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, વિશેષ રૂપથી યુવાઓ અને ગ્રામીણ સમુદાયોમાં તંમાકુ મુક્‍ત શૈક્ષણિક સંસ્‍થાઓ(વ્‍ંજ્‍ચ્‍ત્‍)ના માટે સંશોધિત દિશા-નિર્દેશોના પાલનમાં સુધારો કરવો જરૂરી છે, જેથી શાળા-કોલેજોને તંમાકુ મુક્‍ત બનાવી શકાય.
તેમણે જણાવ્‍યું હતું કે, તંમાકુ નિયંત્રણ કાયદાઓ, ખાસ કરીને ઘ્‍બ્‍વ્‍ભ્‍ખ્‍ 2003 ઈલેક્‍ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ એક્‍ટ (ભ્‍ચ્‍ઘ્‍ખ્‍)2019ના અમલીકરણને સદૃઢ બનાવવો જરૂરી છે, જેથી યુવાઓની તંમાકુ સુધીની પહોંચને અટકાવી શકાય. તંમાકુ મુક્‍ત ગામડાઓને પ્રોત્‍સાહન આપવા, જ્‍યાં સમુદાય તંમાકુને નષ્‍ટ કરવા અને સ્‍વસ્‍થ વાતાવરણ બનાવવા માટે મળીને કામ કરે છે. સોશિયલ મીડિયા આઉટરીટને બળ આપવું, ડિજિટલ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનો સુધી તંમાકુના સેવનથી થતા નુકસાન અને તેને છોડવાથી થતા ફાયદા બાબતે પ્રભાવશાળી સંદેશ ટોકરખાડા સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા(અંગ્રેજી માધ્‍યમ)ના આચાર્યશ્રીએસંબોધન કર્યું હતું.
અત્રે આયોજીત કાર્યક્રમનું મુખ્‍ય આકર્ષણ એક સાઈકલ રેલી હતી, જેમાં લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલી ટોકરખાડા હાઈસ્‍કૂલથી કલેક્‍ટર કાર્યાલય સુધી અને પાછી કાર્યક્રમ સ્‍થળે પહોંચી હતી. જે વિદ્યાર્થીઓની સ્‍વસ્‍થ, તંમાકુ મુક્‍ત જીવનશૈલીને પ્રોત્‍સાહન આપવાની પ્રતિબધ્‍ધતાનું પ્રતીક બની હતી.
રેલી કલેક્‍ટર કચેરીએ પહોંચતા મદદનીશ કલેક્‍ટર શ્રી પિયુષ કુમારે વિદ્યાર્થીઓને કાર્યાલયની મુલાકાત કરાવી હતી અને તેમને સરકારી કાર્યોની બાબતમાં માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભ્‍યાસ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા અને તંમાકુથી જીવનભર દૂર રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો હતો કે તેઓ તંમાકુ મુક્‍ત સંદેશના દૂત બને અને પોતાના પરિવાર, પડોશીઓ તથા સમાજમાં આ જાગૃતિને ફેલાવે. મદદનીશ કલેક્‍ટર શ્રી કુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, ‘‘તમે આપણા દેશનું ભવિષ્‍ય છો”, અને તંમાકુથી દૂર રહીને તમે ફક્‍ત પોતાના તંદુરસ્‍તીની જ રક્ષા કરી શકો એમ નથી, પરંતુ અન્‍યો માટે પણ એક સકારાત્‍મક ઉદાહરણ રજૂ કરો છો.
આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો અને વિદ્યાર્થીઓ અને સમુદાયથી સકારાત્‍મક પ્રતિક્રિયા મળી હતી. તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0 એક સ્‍થાયી જાગૃતિ પેદા કરવા માટે તૈયાર છે, જે હજુવધુ લોકોને તંમાકુ મુક્‍ત સમાજની દિશામાં પ્રેરિત કરશે.

Related posts

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment