October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

એસ.એસ.આર. કોલેજમાં પણ પોલીસની ટીમે કરેલું સર્ચ ઓપરેશનઃ દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં દિન-પ્રતિદિન ઉમેરાતું રહસ્‍ય

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મહત્‍વના સંવેદનશીલ દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં અત્‍યાર સુધી ધરપકડ કરાયેલા 7 આરોપીઓને કોઈ રાહત મળતી દેખાતી નથી. આજે નામદાર કોર્ટે કેટલાક આરોપીઓની જામીન અરજી રિજેક્‍ટ કરી હતી જ્‍યારે કેટલાકનો ચુકાદો સુરક્ષિત રખાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સરકાર દ્વારા નિયુક્‍ત વહીવટદાર શ્રી ભાવેશ પટેલે સેલવાસ આદિવાસી ભવન ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે સાંસદશ્રીના પી.એ. ગૌરાંગ કનકસિંહ સુરમા, ઈસ્‍માઈલ અલી શેખ, ગોવિંદભાઈ પાડવી, કમલેશ રવિયા પટેલ, મનોજ સોની સહિત 7ની ધરપકડ કરી પોલીસ રિમાન્‍ડ દરમિયાન પૂછપરછ પણ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેટલાક આરોપીઓએ આપેલી સંગીન અને મહત્‍વપૂર્ણ માહિતીના આધારે પોલીસે સર્ચ વોરંટના આધારે સાંસદશ્રીના નિવાસ સ્‍થાન અને વાડીમાં પણ સર્ચ ઓપરેશન કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પોલીસે એસ.એસ.આર. કોલેજમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરી ત્‍યાં કાર્યરત અધિકારી અને કર્મચારીઓને પણ પૂછપરછ માટે પોલીસ મથકમાં લવાયા હોવાની બિન સત્તાવાર માહિતી મળી છે.
અત્રે નોંધનીયછે કે, દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં શ્રી ભાવેશ પટેલે સસ્‍પેન્‍ડ કરાયેલ આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્‍ટ કમીટિના ચેરમેન/અધ્‍યક્ષ, ઉપ પ્રમુખ, મહામંત્રી કમલેશ આર. પટેલ, કોષાધ્‍યક્ષ છગન માહલા અને બીજા દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરી પ્રકરણમાં સંકળાયેલા શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લોકસભાનું સત્ર આજે પૂર્ણ થતાં હવે દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના અધ્‍યક્ષ શ્રીમતી કલાબેન ડેલકર અને આદિવાસી વિકાસ સંગઠનના ઉપ પ્રમુખ અભિનવ ડેલકરની પણ તપાસ માટે પોલીસ તેડું મોકલી શકે એવી સંપૂર્ણ સંભાવના છે.

Related posts

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment