October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

દીવ ન.પા.ની ચૂંટણી સમરસ બનાવવા લગભગ તમામની સહમતિ, પરંતુ પ્રદેશ ભાજપની ઈચ્‍છાશક્‍તિ ઉપર રખાતો મદાર 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19
દીવ નગરપાલિકાની 7મી જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી માટેના ઉમેદવારી પત્રક ભરવાની આવતી કાલે અંતિમ તારીખ છે. દીવ નગરપાલિકા ભાજપ તરફથી ટિકિટ વાંચ્‍છુઓની બહુ મોટી લાઈન છે.
દીવ ન.પા.ના 13 વોર્ડ માટે ભાજપે ટિકિટ વાંચ્‍છુઓની જાહેર કરેલી યાદીમાં વોર્ડ નં.1માં સૌથી વધુ પાંચ ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે.
વોર્ડ નં.1માં અનુ.જાતિની નિર્ણાયક બહુમતિ છે. આ વોર્ડમાં ભાજપ તરફથી (1) રમણિકલાલ માવજીભાઈ બામણિયા (2) સોલંકી શામજી પ્રેમજી (3)વિનોદકુમાર માવજી (4) ગૌતમ ડાયાભાઈ વાળા અને (5) સોલંકી હેમલતા દિનેશે ટિકિટની માંગણી કરી છે.
વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3, વોર્ડ નં.6, વોર્ડ નં.11 અને વોર્ડ નં.13માં 4 ટિકિટ વાંચ્‍છુઓએ ભાજપ તરફથી ટિટિકની માંગણી કરી છે. જ્‍યારે વોર્ડ નં. 4, વોર્ડ નં.5, વોર્ડ નં.7, વોર્ડ નં.8, વોર્ડ નં.9, વોર્ડ નં.10 અને વોર્ડ નંબર 12માં 3 ટિકિટ વાંચ્‍છુઓએ ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે.
મળતી માહિતી પ્રમાણે દમણ અને સેલવાસની ચૂંટણીથી વિપરીત ભાજપના પદાધિકારીઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાની બહાર આવેલી વાતથી પક્ષમાં અસંતોષ દેખાઈ રહ્યો છે અને અસંતોષ પેદા કરવા પાછળ પણ ભાજપ મોવડી મંડળની ખાસ કૂટનીતિ હોવાનું જાણવા મળે છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી સમરસ તરીકે યોજાઈ એવી લગભગ તમામની ધારણાં અને ગણતરી સાથે લાગણી પણ છે. પરંતુ ભાજપ મોવડી મંડળની જ ઈચ્‍છાશક્‍તિ નહીં હશે તો પરિણામ અસરકારક નહીં આવશે એવી આબોહવા પણ દીવ ખાતે જોવા મળી રહી છે.

Related posts

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

Leave a Comment