March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તાલુકા કક્ષાનો આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મુખ્‍ય પાંચ થીમ 1. શીલા ફલકમ 2. પંચ પ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્‍ફી 3. વસુદા વંદન 4. વીરોને વંદન અને 5. ધ્‍વજવંદન રાષ્‍ટ્રગાનને આવરી લેવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક શ્રી દિપકભાઈ મિષાી અને ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીની હાજરી જોવા મળી હતી. આ પ્રસંગે સ્‍વતંત્ર સેનાનીઓના પરિવારોનું શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત પ્રજામાં રાષ્‍ટ્રપ્રેમ અને જાગૃતિ લાવવાનો રહેલા ઉદ્દેશ વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ મામલતદારકુમારી જેનીશ પાંડવ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં તાલુકા પંચાયત સભ્‍યો, જિલ્લા પંચાયતના સભ્‍યો, ઉમરગામ સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક સહીત મોટી સંખ્‍યામાં આગેવાનોની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા અને સંચાલક તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપુતે સફળ સંચાલન કર્યું હતું.

Related posts

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

Leave a Comment