October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાન શબરી કુટિર ખાતે આજે એક આરોગ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્‍લડપ્રેશર, ડાયાબિટીશ વગેરેના પરિક્ષણ નિઃશુલ્‍ક કરવામાં આવ્‍યા હતા. સવારે 10:00 થી બપોરના 12:00 વાગ્‍યા સુધી ચાલેલા કેમ્‍પમાં ગ્રામજનો અને આસપાસના વિસ્‍તારના રહેવાસીઓએ લાભ ઉઠાવ્‍યો હતો.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના દિશા-નિર્દેશ હેઠળ દેશભરના ભાજપના સાંસદો દ્વારા વિવિધ સેવાકીય કામોકરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્‍યત્‍વે રમત ગમત, આરોગ્‍ય પરિક્ષણ, પોષણ કિટ વિતરણ વગેરે આપણાં પ્રદેશમાં આપણે નિરંતર આ કામ કરી રહ્યા છીએ. અને આ સિલસિલો આગળ પણ ચાલુ રહેશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના અધ્‍યક્ષ ડો. બિજલ કાપડિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પ્રદેશ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, જિલ્લા મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, કચીગામ મંડળ અધ્‍યક્ષ શ્રી ગણેશ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારી અને રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્‍જા તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

Leave a Comment