October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

દરિયા કિનારાથી હેઝાર્ડસ ઓઈલની સાફસફાઈ અને લોકોના સ્‍થળાંતરનો સિનારિયો ઊભો કરવામાં આવ્‍યો

દરિયા કિનારા, ગામના લોકો, મેંગ્રુવ્‍ઝના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકશાનથી બચાવવા મોક એક્‍સરસાઈઝ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ, દીવ અને દાદરા નગર હવેલીને લાગુ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન અપ મોકડ્રીલ યોજાઇ હતી. મોકડ્રીલનો મુખ્‍ય હેતુ વિવિધ વિભાગો અને લોકોને એક પ્‍લેટફોર્મ પર લાવવાનો મને તેમની મુખ્‍ય ક્ષમતાને ઓળખવા, રાસાયણિક ઘટના માટે અસરકારક અને સંકલિત પ્રતિસાદ માટે સંસાધનો એકત્રિત કરવાનો છે. મોકડ્રીલના ઈન્‍સીડન્‍ટ કમાન્‍ડર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલની અધ્‍યક્ષતામાં દરિયાની અંદર શીપમાંથી ઢોળાયેલા ક્રુડ ઓઈલને કારણે દરિયાકિનારેના ગામના લોકો, મેંગ્રુવ્‍સના વૃક્ષો અને જીવસૃષ્ટિને થતા નુકશાનથી કેવી રીતે બચી શકાય તે અંતર્ગત મોક એક્‍સરસાઈઝ કરવામાં આવી હતી. મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબધિત વિભાગનાઅધિકારીઓની ટાસ્‍કફોર્સની રચના કરવામાં આવી હતી.
મોક-એક્‍સરસાઈઝ અંતર્ગત સૌપ્રથમ દરિયામાં ઓઈલ સ્‍પીલ થતાં જીપીસીબી અને વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. જેથી ઈન્‍સીડન્‍ટ કમાન્‍ડરની આગેવાનીમાં જીપીસીબીની ટીમ દ્વારા દરિયાકિનારા ખાતેથી ઓઈલના સેમ્‍પલ લઈ તેની પ્રાથમિક તપાસ કરી ઓઈલને જોખમી જાહેર કરવામાં આવ્‍યું હતું. જેના કારણે દરિયા કિનારાથી 200 મીટરના વિસ્‍તારને હેઝાર્ડિયસ જાહેર કરી ફાયર વિભાગને ઘટનાસ્‍થળે પહોંચવાની જાણ કરવામાં આવી તરત જ લોકોના સ્‍થળાંતર કરવાની સુચના આપવામાં આવી હતી. ફોરેસ્‍ટ વિભાગને પણ આ દરિયાકિનારાના મેંગ્રુવ્‍ઝ વૃક્ષોની સાફસફાઈ કરવા સૂચના આપતા મેંગ્રુવ્‍ઝના વૃક્ષોની સાફસફાઈ કરવામાં આવી હતી. ફાયર વિભાગે સ્‍થળ ખાતે પહોંચી તરત જ વોટર બાઉઝરથી અસરગ્રસ્‍ત દરિયાકિનારા અને નગરપાલિકાની સાફસફાઈના કર્મચારીઓની ટીમે પણ સૂચના મુજબ દરિયા કિનારાથી ઓઈલની સફાઈ કરવાની શરૂઆત કરી હતી. લોકોનું સમયસર સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. મેડિકલ વિભાગે અસરગ્રસ્‍તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને જરૂર જણાતા કેટલાક લોકોને સારવાર માટે એમ્‍બ્‍યુલન્‍સ મારફતે નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડ્‍યા હતા. મેડિકલ ટીમે ઓઈલની અસરના પ્રાથમિકલક્ષણોની એડવાઈઝરી જાહેર કરી હતી. ઈન્‍સીડન્‍ટ કમાન્‍ડરે પોલીસ વિભાગ્ને નજીકની ઈન્‍ડસ્‍ટ્રીઓને જાણ કરી પ્‍લાન્‍ટ બંધ કરી કર્મચારીઓનું સ્‍થળાંતર કરવા તેમજ હાઈવે બંધ કરવાની સુચના આપી હતી. નગરપાલિકાની સફાઈ કર્મીઓની ટીમ દ્વારા કિનારાથી કચરાને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કચરાને જીપીસીબી દ્વારા કચરાને ભેગો કરવા માટે બનાવવામાં આવેલી સાઈટ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. દરિયાકિનારાની સંપૂર્ણ સાફસફાઈ, લોકોના સ્‍થળાંતર, મેંગ્રુવ્‍ઝના વૃક્ષોની સાફસફાઈ, લોકોની સારવાર અને તમામ ટાસ્‍કફોર્સની કામગીરી પૂર્ણ થતાં ઈન્‍સીડન્‍ટ કમાન્‍ડરે મોકડ્રીલને પૂર્ણ જાહેર કરી હતી.
મોકડ્રીલ દરમિયાન નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનુસૂયા ઝા, એનડીએમેના કમાન્‍ડન્‍ટ ઓફિસરશ્રી આદિત્‍ય કુમાર, ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રસંજીત કૌર(આઇએએસ), વાપી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયા, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના નાયબ નિયામકશ્રી એમ. સી. ગોહિલ, ડીઝાસ્‍ટર મામલતદાર નફીસાબેન શેખ, વાપી મામલતદાર કલ્‍પનાબેન પટેલ, કોલકના સરપંચ ગ્રેવિન ટંડેલ, ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્‍દ્ર પટેલ, સંબંધિત વિભાગના અધિકારી – કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

vartmanpravah

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

Leave a Comment