December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

પારડી પોલીસ સ્‍ટાફ, હોમગાર્ડ, એસઆરડી, જીઆરડી, એસપીસી અને તાલીમાર્થીઓ સહિત 300થી વધુ પોલીસ કાફલો જોડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર દેશ 77માં સ્‍વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્‍યારે પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી ઓવરબ્રિજ નીચે પારડી પોલીસના પીએસઆઈ ડી.એલ. વસાવા તથા પારડી પોલીસનો સ્‍ટાફ ઉપરાંત હોમગાર્ડ, એસઆરડી, જીઆરડી, એસપીસી અને તાલીમાર્થીઓ મળી 300 થી વધુનો પોલીસ કાફલો ભેગો થઈ સન્‍માન ભેર હાથમાં તિરંગા લઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પારડી ઓવરબ્રિજથી નીકળેલ આ તિરંગા યાત્રા પારડી મેઈન રોડ થઈ જૂના બસ સ્‍ટેન્‍ડ બિરસા મુંન્‍ડા સર્કલ થઈ લીમડા ચોકથી પારડી તળાવની પાળ ખાતે આવેલ નગર પાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે પહોંચી ગાર્ડનમાં વૃક્ષારોપણ કરી આ રેલીનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
ખૂબ મોટીસંખ્‍યામાં અને તિરંગાને સન્‍માન ભેર હાથમાં લઈ એક સાથે પોલીસ કાફલા સાથે નીકળેલ રેલીએ પારડી નગરમાં કુતુહલ સર્જ્‍યું હતું.

Related posts

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment