Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની સ્‍થાપના 21-11-1943 ના રોજ અને સંસ્‍થાનાધ્‍યાના અનુરૂપ એને એક નામ આપ્‍યું હતું. શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ અનેતેનું મુખ્‍ય સૂત્ર રહ્યું હતું. શિક્ષણ એજ સમાજ ઉન્નતીનો સાચો પાયો છે. શિક્ષિતો અને શુભચિંતકોએ સ્‍થાપેલી આ સંસ્‍થા એ સમાજને શિક્ષિત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું. હાલે શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘમાં અંદાજીત 12 શાખાઓ કાર્યરત છે.
જે આજરોજ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી શાખાની વાર્ષિક સામાન્‍ય સભા ગામ ટુકવાડા શ્રી દુર્લભભાઈ માહ્યાવંશીને ત્‍યાં નિવાસસ્‍થાને મળી હતી. જેમાં પારડી શાખા સંઘના 15 સભ્‍યો હાજર રહ્યા હતા. જેમાં આજરોજ પારડી શાખા કારોબારી સમિતિની 2022-2025 ની નવી કમિટીની રચના કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ-શ્રી જીતેન્‍દ્ર શાંતિલાલ માહ્યાવંશી, ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ કે માહ્યાવંશી, સેક્રેટરી-ચેતનભાઈ પરમાર, સહ સિક્રેટરી-ભુપેન્‍દ્રભાઈ પરમાર, ખજાનચી-અરૂણભાઈ વજીરીયા, સલાહકાર- શ્રી દુર્લભભાઈ કે. માહ્યાવંશી, ઈન્‍ટર્નલ ઓડિટર- ડિમ્‍પલભાઈ ડી. પરમારની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં હાજર રહેલા તમામ સભ્‍યો (1) સંધ્‍યાબેન અરૂણભાઈ વજીરીયા, (2) અંબુભાઈ સોમાભાઈ રાઠોડ, (3) દિલીપભાઈ બી. પરમાર, (4) અશ્વિનભાઈ એન. મિષાી, (5) બીપીનભાઈ એન. પરમાર, (6) પ્રવીણભાઈ એમ. માહયાવંશી, (7) નિર્મળાબેન એન. માહ્યાવંશી મંજૂરી આપી હતી. આ રચનામાં શ્રી શિક્ષણ પ્રચારક સંઘના સેન્‍ટ્રલઝોનના ચૂંટણી અધિકારી તરીકે અરૂણભાઈ પી. પટેલ ઉપ પ્રમુખ સેન્‍ટ્રલ ઝોન- હેમંત આર. મોગદિયા.. મહામંત્રી સી.ઓ. સુભાષભાઈ બારોટ, સહમંત્રી સી.ઓ.ની હાજરીમાં આ કમિટીની રચના પૂર્ણ થઈ હતી.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ પોલીસે બેંકમાંથી ઓનલાઈન લોન અપાવવાના નામે છેતરપીંડી કરનાર એક આરોપીની કરેલી ધરપકડ : 23મી ડિસેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડી

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

Leave a Comment