October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

(…ગતાંકથી ચાલુ)
પિપરિયાની જે ચોકી પર હુમલો કરવાનો હતો તેનો મુખ્‍ય દરવાજો મુંબઈ તરફ હતો અને સિલવાસા તરફ તેનો પાછળનો ભાગ હતો. તે ધ્‍યાનમાં લઈને ઉપસ્‍થિત બાર વ્‍યક્‍તિઓના પ્રથમ ચાર ભાગ કરવામાં આવ્‍યા. પ્રત્‍યક્ષ હુમલાની વ્‍યૂહરચના તરીકે એમ નક્કી થયું કે વસંત વાડવે અને નાના સોમણે ચોકીની આગળની બાજુથી જવું. વિષ્‍ણુ ભોપળે અને પ્રભાકર સિનારીએ નદી તરફની બાજુ સાચવવી તથા શાંતારામ વૈદ્ય અને વસંત બડવેએ ચોકીની પાછલી બાજુથી એટલે કે સિલવાસા તરફથી જવું.
પાછળની બાજુથી જનારા શાંતારામ વૈદ્ય અને વસંત બડવે આગળ વધ્‍યા તો પાછળની એક બારી ઉઘાડી દેખાઈ. વસંત બડવેએ તત્‍ક્ષણ એ બારીમાંથી અંદર જવા કૂદકો માર્યો પણ તેમ કરતાં બીજા બારણાને ધક્કો વાગતાં તે પોતે તો અંદર જઈ શક્‍યો નહીં પણ બારણું તૂટીને અંદર પડયું. તત્‍ક્ષણ બીજો કૂદકો મારીને તે અંદર પહોંચી ગયો પણ બારણું પડવાના અવાજથી સચેત થયેલા એક સિપાહીએ તેની રાયફલની અણી વસંત પર નોંધી. તે જ ક્ષણે વસંતની પાછળ જ બારીમાંથી કૂદેલા શાંતારામે તેની જાપાની રાયફલનું બોનેટ એ સિપાહીની પીઠમાં ભોંકતાં તેપાછો પડયો. ત્‍યાં સુધી નાના સોમણ પણ આગળના દરવાજેથી અંદર પહોંચી ચૂક્‍યો હતો.
આટલા એક હુમલાથી પણ પોર્ટુગીઝ સૈનિકો ગભરાઈ ગયા હતા. પોતાના સાથીદારની લોહી નીંગળતી હાલત અને આગળ પાછળ બન્ને બાજુથી આવી ગયેલા માણસો જોતાં તેઓ સાવ નાહિંમત થઈ ગયા, અને એકદમ હાથ ઉપર કરીને શરણે આવી ગયા. તેમની પાસેથી 4 રાયફલ, 4 બેયોનેટ, 300 કારતૂસો ભરેલી બે પેટી જેટલી શષા સામગ્રી મળી. આ ચોકીમાંથી પકડાયેલા પોર્ટુગીઝ સિપાહીઓને ભારતીય સરહદમાં શ્રી નગરવાલાના હાથમાં સોંપીને બધા આગળની તૈયારી કરવા લાગ્‍યા. આ કાર્યવાહી દરમિયાન જ આમાંથી કોઈને ચોકીની દિવાલ પર કોલસાથી ‘ઘ્‍ંઁષ્ઠયફૂતદ્દ ંશ્‍ તશશ્રરર્ુીતર્તી દ્દંળંશ્વશ્વંરૂ’ એમ લખ્‍યું હતું. શ્રીયુત બાબાસાહેબ પુરંદરેની માન્‍યતા અનુસાર આ ચાર શબ્‍દો ઘણો પ્રભાવ ઉત્‍પન્‍ન કરનારા હતા. આ સંગ્રામમાં મળેલા વિજય માટે કોઈ વિશેષ પરાક્રમ નહીં પણ લશ્‍કરી કુશળતા, દાવપેચ કે મુત્‍સદ્દીગીરીનો ખૂબ હોંશિયારીપૂર્વક થયેલો ઉપયોગ કારણભૂત હતો એમ કહી શકાય. કારણ આ ચાર શબ્‍દોએ જે દહેશત નિર્માણ કરી હતી તેને લીધે જ સિલવાસાનો વિજય સરળ બન્‍યો હતો.
પુણે ગયેલા રાજા વાકણકર અને વાસુદેવ ભીડેની ગેરહાજરીમાં આ બધાએ સૌથી મહત્ત્વની કોઈ કામગીરી કરી હોય તો તે હતી સિલવાસા ફરતોકડક પહેરો રાખવાની. આ પહેલો ભરવા માટે તેમની પાસે ફક્‍ત બાર માણસો હતા. તેમાંથી બે બેની એક એવી છ ટુકડી કરવામાં આવી, અને તેમની મદદમાં ગુમાનસિંગના બે બે માણસો મૂકવામાં આવ્‍યા. તેમને એક રાયફલ અને થોડા એટમબોમ્‍બ (દિવાળીના ફટાકડા) આપવામાં આવ્‍યા. આ ફટાકડાની વિશેષતા એ હતી કે બે ભીંત અને બે પથ્‍થરોની વચ્‍ચે રાખીને જો ફોડવામાં આવે તો બંદૂકની ગોળી જેવો અવાજ આવતો. થોડી થોડી વારે આવો દેખાવ પૂરતો ગોળીબાર કરીને તેમણે ચોકી જાગતી રાખી. પરિણામે 1 ઓગસ્‍ટ સવાર સુધી ફિદાલ્‍ગો કે તેના કોઈ સૈનિકો સિલવાસામાંથી બહાર નીકળી શક્‍યા નહીં.
31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો. અત્‍યાર સુધી લવાછામાંથી તેમની વ્‍યવસ્‍થા થતી હતી પણ અત્‍યારે ત્‍યાં જવા આવવા માટે કોઈ માણસો ઉપલબ્‍ધ ન હતા. વરસાદ પણ ચાલુ હતો જ. એટલામાં મધુ પુંડે નામનો એક સૈનિક પહેરો કરતી વખતે ગામમાંથી કોઈ મહિલાએ આપેલા રોટલા લઈને આવી પહોંચ્‍યો. વરસતા વરસાદમાં પણ એ રોટલા અને ડુંગળી સાચવીને લાવ્‍યો હતો જેમાંથી બધા વહેંચીને થોડું થોડું ખાઈ શક્‍યા.
આ હુમલા અને ચોકીપહેરાની કાર્યરચના એક ભાગ તરીકે, સાવચેતી તરીકે અને સંદેશાનીઆપલે સરળતાથી અને સલામત રીતે થઈ શકે તે માટે તેમણે સીટીની એક પરિભાષા નક્કી કરી હતી. દીર્ઘ સીટી, છૂટક છૂટક સીટી, છૂટક છૂટક અને દીર્ઘ સીટી. સાદી દીર્ઘ સીટી એટલે સબ સલામત, છૂટક છૂટક સીટી એટલે કોઈ આવે છે સાવધાન રહો, અને છૂટક છૂટક દીર્ઘ સીટી એટલે કટોકટી છે.

(ક્રમશઃ)

Related posts

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment