October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કુલમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. 5મી સપ્‍ટેમ્‍બર શિક્ષકની ગરિમા ગાન કરતો દિવસ જેની સાથે શ્રેષ્‍ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનનું નામ સંકળાયેલ છે. જેમનો જન્‍મદિવસ સમગ્ર ભારતમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝસ્‍કુલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ, એચ.આર. અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્‍ડલ શાળાના શિક્ષક શ્રી જગદીશચંદ્ર મિષાી અને શિક્ષિકા શ્રીમતી કિરણ પુરી ના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો. શાળાના શિક્ષકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિજેતા શિક્ષક ભાઈ-બહેનોને ઈનામ આપવામાં આવ્‍યું હતું. બાળકોએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ સમગ્ર શિક્ષકોને શુભેચ્‍છા કાર્ડ આપી શિક્ષક દિનની શુભેચ્‍છા પાઠવી હતી. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે સૌને શિક્ષક દિનની શઉભેચ્‍છા પાઠવી હતી.

Related posts

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

Leave a Comment