April 29, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

કેન્‍દ્રની મોદી સરકાર 2.0 એ પોતાના 3 વર્ષ પૂરા કર્યાં છે અને 2014થી અત્‍યાર સુધી મોદી સરકારે પોતાના સફળ 8 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે જ્‍યારે આપણે સર્વે યુવાનોની વાત કરવા જઈ રહ્યા છે તો સર્વ પ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજી દેશના યુવાનો માટે શું વિચારે છે અને ક્‍યા પ્રકારની ભાવના પોતા હૃદૃયમાં રાખે છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજીએ યુવાઓ માટે કહ્યું હતું કે ‘આજે દુનિયા ભારતને એક આશાની દ્રષ્ટિ, એક વિશ્વાસની દ્રષ્ટિથી જોઈ રહી છે કારણ કે ભારતનો લોકો પણ યુવા છે અને ભારતનું મન પણ યુવા છે ભારત એના સામર્થ્‍યથી પણ યુવા છે, ભારત એના સપનાથી પણ યુવા છેભારત એના ચિંતનથી પણ યુવા અને ભારત એના ચેતનાથી પણ યુવા છે. આઝાદીના સમયથી જે યુવા પેઢીએ દેશના માટે પોતાનું બધું કુરબાન કરવા માટે એક ક્ષણ પણ ન લગાવ્‍યો.
આજે ભારતના યુવાનમાં ટેક્‍નોલોજીનો ક્રેઝ છે તો લોકતંત્રની ચેતના પણ છે. આજે ભારતના યુવાનમાં અગર શ્રમનો સામર્થ્‍ય છે જે ભવિષ્‍યની સ્‍પષ્ટતા પણ છે, એટલા માટે જ ભારત આજે જે કહે છે એ દુનિયા કાલની અવાજ માને છે. ભારતના યુવાનો પાસે ડેમોગ્રાફિક ડિવિડન્‍ડની સાથે સાથે લોકતાંત્રિક મૂલ્‍ય પણ છે. એના ડેમોગ્રાફિક ડિવિડન્‍ડ પણ અતુલનીય છે. ભારતના યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્‍ડની સાથે સાથે ડેવલપમેન્‍ટ ડ્રાઇવર પણ માનવામાં આવે છે. ભારતના યુવાનોની એ તાકાત છે કે આજે ડિજિટલ પેમેન્‍ટની બાબતમાં દુનિયામાં સૌથી આગળ વધી રહ્યા છે. યુવાનોમાં ક્ષમતા છે કે એ સામર્થ્‍ય થાય કે જૂની રુઢિયોંનો બોજો લઈને આગળ નથી ચાલતા એ એને જટકવાનું પણ જાણે છે આજે આજ યુવાન પોતાને, સમાજને, નવી ચેલેન્‍જ, નવી ડિમાન્‍ડના અનુસાર તૈયાર કરી રહ્યો છે નવા સુજન કરી રહ્યો છે.
કેન્‍દ્રની મોદી સરકારએ પોતાના સફળ 8 વર્ષના કાર્યકાળ દરમિયાન યુવાનોએ પ્રોત્‍સાહન અને રોજગાર આપવા કેટલીક સફળ અને ઉપયોગી યોજનાઓ બનાવી છે જેમ કે (1) પ્રધાનમંત્રી રોજગાર યોજના (2)આત્‍મનિર્ભર ભારત (3) પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (4) પ્રધાનમંત્રી વાણી યોજના (5) નમો ટેબલેટ યોજના (6) પ્રધાનમંત્રી દક્ષ યોજના 2022
નમો ટેબલેટ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બ્રાન્‍ડેડ અને ઉચ્‍ચત્તર કોટીના ટેબલેટ ખૂબ જ ઓછી કિંમતમાં લગભગ 1000 રૂપિયામાં આપવામાં આવે છે. કારણ કે સરકાર વિદ્યાર્થીઓને બધા ગુણવત્તાની સાથે સારા ઉત્‍પાદન પ્રદાન કરવું જેનાથી ટેબલેટનો ઉપયોગ કરીને આધુનિક શિક્ષણ મેળવી શકાય.
આપણા દેશના નાગરિકોની માટે નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા 12 નવેમ્‍બર 2020ના રોજ યુવાનોને રોજગારી આપવા માટે ‘આત્‍મનિર્ભર ભારત યોજના’નો પ્રારંભ થયો. મોદી સરકાર દ્વારા આત્‍મનિર્ભર ભારત રોજગાર યોજના એના માટે પ્રારંભ કરવામાં આવી, કારણ કે આપણા દેશમાં એ બધા યુવાનો અને અન્‍ય નાગરિકોની કોરોનાને કારણે નોકરી છુટી ગઈ, આ યોજના થકી બેરોજગાર નાગરિકોને રોજગાર આપવાનું કામ ચાલી રહ્યું છે. આત્‍મનિર્ભર ભારત યોજના થકી અત્‍યાર સુધી 22810 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્‍યા છે. જેમાં 21 લાખ લોકોની નવી નિયુક્‍તિ થઈ છે. ફક્‍ત એજ કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જેનો માસિક પગાર જેની આવક 15000 રૂપિયાથી ઓછી છે અને 1 ઓક્‍ટોબર 2020થી પહેલાં કોઈ ઈપીએફમાંરજીસ્‍ટ્રેશન સંસ્‍થામાં કામ નથી કરી રહ્યા.
પ્રધાનમંત્રી દક્ષ યોજના 2022 અનુસાર સરકાર વિવિધ ક્ષેત્રોમાં પ્રશિક્ષણના લાભ આપવા જઈ રહી છે. કેન્‍દ્ર સરકારે પ્રધાનમંત્રી દક્ષ યોજના કરવા પાછળનો મુખ્‍ય હેતુ રાજ્‍યના બેરોજગાર યુવાનોને પ્રશિક્ષણ આપી એમને રોજગારનો અવસર પ્રદાન કરવું. એટલા માટે રાજ્‍યના ઈચ્‍છુક બેરોજગાર યુવાન પ્રધાનમંત્રી દક્ષ યોજના 2022ની અંતર્ગત પોતાનું આવેદન કરી લાભ પ્રાપ્ત કરી શકે. એટલું નહીં કેન્‍દ્ર સરકારની પ્રધાનમંત્રી દક્ષ મોબાઇલ એપ્‍લિકેશન પણ ચાલુ કરી છે.
પ્રધાનમંત્રી મોદીજીએ દેશના યુવાનોને રોજગાર આપવા અને નાના વેપારીઓને એમના વેપારમાં સહયોગ મળી રહે આ ઉદ્દેશ્‍યથી પ્રધાનમંત્રી ફ્રી વાઈફાઈ યોજનાના કારણે દેશભરમાં સાર્વજનિક વાઈફાઈ સેવાના નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે નાગરિકોને ઘણી મદદ થશે. પ્રધાનમંત્રી વાણી યોજનાથી નાગરિકોને રોજગાર પણ મળશે અને આવકમાં પણ વૃદ્ધિ થશે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ એ પણ કહ્યું છે કે નાના નાના દુકાનદારોને પણ ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવશે, જેના થકી એમની આવકમાં પણ સારી એવી વૃદ્ધિ થઈ શકશે અને આગળ આવી કામ કરી શકે. આ યોજનાના માધ્‍યમ થકી ડિજિટલ ભારત અભિયાનને આગળ વધારી શકાય.
પ્રધાનમંત્રી શ્રીનરેન્‍દ્રભાઈ મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજનાની શરૂઆત કરી ત્‍યારે આ યોજનાની શરૂઆતથી ઉદ્દેશ નાના વેપારીઓ અને યુવાનોને સ્‍વરોજગાર માટે લોન આપવાનો રહ્યો છે. કોઈ પણ વ્‍યક્‍તિ પોતાનો સ્‍વયં વ્‍યવસાય કરવા માંગતા હોય એ પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજના અંતર્ગત 10 લાખ સુધીની લોન કોઈ પણ ગેરેંટી વગર મેળવી શકે છે. દેશભરમાં અત્‍યાર સુધી પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજના અંતર્ગત 28 કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્‍યો છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ 91% લોન વિતરણ થઈ ગઈ છે.

(અહેવાલ-ચિંતન દેસાઈ)
ભારતીય જનતા પાર્ટી
દાદરા નગર હવેલી અને દમણ-દીવ
(ભારતીય જનતા યુવા મોરચા)

Related posts

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment