Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

દાનહ અને દમણ-દીવમાં સોશિયલ મીડિયાની પહોંચને વધારવા પ્રદેશ ભાજપ પ્રમુખદીપેશભાઈ ટંડેલની તાકિદઃ રાષ્‍ટ્રીય નેતા, પ્રદેશ ભાજપ પ્રમુખ, સાંસદ તથા પ્રદેશના પેજને સોશિયલ મીડિયામાં વધુમાં વધુ લાઈક અને શેર કરવા સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્‍વમાં ભાજપ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ મિશન શંખનાદ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા શનિવારે ડયૂન્‍સ રેસિડેન્‍સીના ક્‍લબ હાઉસમાં શંખનાદ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યશાળામાં સોશિયલ મીડિયાના ઉપયોગના સંદર્ભમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં શનિવારે દુણેઠા મંડળના ડયુન્‍સ રેસિડેન્‍સીના ક્‍લબ હાઉસમાં યોજાયેલ શંખનાદ કાર્યશાળામાં દિલ્‍હીથી પધારેલ શંખનાદ મિશનના ક્ષેત્રિય પ્રભારી શ્રી ઉજ્જવલ પારીખ અને ઉત્તરપ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા સહ કન્‍વીનર શ્રી શશીકુમાર ઝા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમમાં બંને અતિથિઓએ આગામી દિવસોમાં પ્રદેશના સોશિયલ મીડિયાને કેવી રીતે આગળ વધારવા અને તેના ઉપયોગના સંદર્ભમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાની સાથે તેમના સૂચનો અને મૂંઝવણો પણ સાંભળી હતી. તેમણે આગામીલોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાની ઉપયોગિતા અને મહત્ત્વતાની વિસ્‍તારપૂર્વક જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સોશિયલ મીડિયાના સંદર્ભમાં થઈ રહેલા આયોજનની વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે તાજેતરમાં પ્રદેશમાં સફળતાપૂર્વક યોજાયેલ પંચાયતી રાજ પરિષદના રાષ્‍ટ્રીય કાર્યક્રમના સફળ આયોજન અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તથા સંગઠન મહામંત્રી જેવા રાષ્‍ટ્રીય નેતાના મળેલા માર્ગદર્શનની જાણકારી આપી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણે સોશિયલ મીડિયાની પહોંચને વધારવી પડશે. તેના માટે સખત મહેનત અને યોગ્‍ય આયોજન કરવા તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સોશિયલ મીડિયામાં જેઓ જેટલા ઝડપી અને અપડેટ રહેશે તેઓ જ યોગ્‍ય સમય પર પોસ્‍ટ કરી શકશે. તેમણે જણાવ્‍યું હતું કે, આપણાં રાષ્‍ટ્રીય નેતા, પ્રદેશ અધ્‍યક્ષ, સાંસદ અને પ્રદેશના પેજને વધુમાં વધુ લાઈક કરવા અને શેર કરવા ઉપસ્‍થિત ભાજપ કાર્યકર્તાઓને શિખામણ આપી હતી.
શનિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સંયોજક શ્રી આશિષ પટેલે એક ડિજિટલ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી પ્રદેશના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા કરાનારા કાર્યોની જાણકારી આપીહતી.

Related posts

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

Leave a Comment