(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પોદાર વોલેન્ટિયર પ્રોગ્રામ અંતર્ગત બે પ્રવૃત્તિનું આયોજન થયું. જેમાં તા.15-10-24 ના રોજ ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓને વાપીના રાતા ગામ ખાતે આવેલ ગૌશાળાની મુલાકાત લીધી. જ્યાં વિદ્યાર્થીઓને ત્યાંના કર્મચારીઓ દ્વારા અલગ-અલગ પ્રાણીઓ વિશે સમજાવવામાં આવ્યું અને પૂરેપુરું માર્ગદર્શન પૂラરું પાડયું. તેમજ તા.22-10-24 ના રોજ વિદ્યાર્થીઓને પરિયા ગામમાં સ્થિત આધાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃધ્ધાશ્રમની મુલાકાત કરાવાઈ. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ વૃધ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ગાયન, નૃત્ય, ગરબા અને વિવિધ રમતો રમીને ત્યાં રહેતાં વડીલોનેઅનોખા આનંદની અનુભૂતિ કરાવી હતી. જેમાં ત્યાં રહેતા દરેક વડીલો પણ બાળકો જોડે બાળક જેવા બની દરેક પ્રવૃત્તિ કરી આનંદ માણ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તેમને બિસ્કિટ, નાસ્તો, ડ્રાયફ્રૂટ અને ફળોનું વિતરણ કરી પોતપોતાના માતાપિતા જોડે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે નહિ અને પોતાના આસપાસ પણ કોઈને કરવા દેશે નહીં એવું વચન આપી ત્યાંથી ફરી પાછા સ્કૂલ માટે રવાના થયા હતા.
