લગ્ન નોંધણી કેમ્પેઈન અને બાલિકા પંચાયતની દીકરીઓને તાલુકા કક્ષાએ
જાગૃત કરવા સૂચન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ કલેકટર કચેરી ખાતે ભારતસરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર થયેલી ‘‘મિશન શક્તિ” યોજના અંતર્ગત ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, બેટી બચાઓ બેટી પઢાઓ, મહિલા હેલ્પલાઈન, ‘‘સખી વન સ્ટોપ સેન્ટર” અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની ત્રિ-માસિક મીટિંગ કલેકટરશ્રી અનસૂયા જ્હાની અધ્યક્ષતામાં મળી હતી.
આ બેઠકમાં લગ્ન નોંધણી કેમ્પેઈન, બાલિકા પંચાયતની દીકરીઓને તાલુકા કક્ષાએ જાગૃત કરવી, સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ સેન્ટરનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે જાગૃતિ કાર્યક્રમ કરવાᅠસૂચનᅠકર્યું હતું. મીટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રોગ્રામ ઓફિસરશ્રી (ત્ઘ્ઝલ્), જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના પ્રતિનિધિઓ, અંતર્ગત ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનનો સ્ટાફ, 181 મહિલા હેલ્પલાઈન સ્ટાફ, ‘‘સખીવન સ્ટોપ સેન્ટર” સ્ટાફ, મહિલા અને બાળ અધિકારી કચેરી સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર સ્ટાફ હાજર રહ્યો હતો.