October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

ટેમ્‍પા સાથે 5 લાખનો મુદ્દામાલ સાથે નથ્‍થારામ મેઘવાલ
અને સુરેન્‍દ્રસિંગ રાજપૂતની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ હાઈવે ધમડાચી રામદેવ હોટલ સામે શાકભાજીના ટેમ્‍પોમાં શાકભાજીના પોટલા સાથે છુપાવેલ દારૂનો જથ્‍થો પોલીસે ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસના કોન્‍સ્‍ટેબલ વિષ્‍ણુભાઈ ગીરધારીલાલ અને નટુભાઈને મળેલી બાતમી આધારે વલસાડ ધમડાચી હાઈવે રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો પીકઅપ ટેમ્‍પો નં.એમએત 15 એમસી 2392 ને અટકાવી ચેકીંગ કરતા ટેમ્‍પામાં શાકભાજી સાથે છુપાવેલ દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. સેલવાસથી સુરત લઈ જવાતા ટેમ્‍પા સાથે દારૂનો જથ્‍થો મળી 5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ટેમ્‍પો ચાલક નથ્‍થારામ કહીરામ મેઘવાળ અને સુરેન્‍દ્રસિંગ રાજપૂત (મુંબઈ)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.

Related posts

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

Leave a Comment