Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

નો રિપીટેશનની ફોર્મ્‍યુલા કે મતદારોમાં પ્રભાવ ધરાવતા સ્‍થાનિકોને પ્રાધાન્‍ય તેમજ તમામ જાતિ અને વર્ગને ન્‍યાય મળે એ રીતે હોદ્દેદારોની પસંદગીની 11 દાવેદાર અને સ્‍થાનિક રાજકીય આગેવાનોમાં જોવા મળી રહેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: ભાજપા શાસિત ઉમરગામ નગરપાલિકામાં અગામી 15 મી સપ્‍ટેમ્‍બરના રોજ ચાલુ ટર્મના બાકી રહેલા અઢી વર્ષ માટે પ્રમુખની વરણી થવાની છે. જેના માટે ભાજપા વલસાડ જિલ્લા નિરીક્ષકની ટીમે બે દિવસ પહેલા દાવેદારો અને આગેવાનો પાસે અભિપ્રાય એકત્રિત કર્યા હતા. ભાજપાની ગાઈડ લાઈન મુજબ હવે જિલ્લા સંકલનની મિટિંગ મળશે અને જેમાં ચાર નામોની પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ પ્રદેશ પાર્લામેન્‍ટરીમાં જશે જ્‍યાં તમામ પાસાનો અભ્‍યાસ કરી, કોઈપણ એક નામ ઉપર મહોર લાગશે અને એમના નામનું મેન્‍ડેડ તૈયાર થશે જે 15 મી સપ્‍ટેમ્‍બરના રોજ સભ્‍યો સમક્ષ રજૂ કરવામાં આવશે. હવે 11 દાવેદારો પોતપોતાની રીતે મોવડી મંડળના આગેવાનોનો સંપર્ક કરી પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે અને ઘણી અટકળો પણ લગાવાઈ રહી છે.
ઉમરગામ પાલિકામાં પ્રારંભથી જ ભાજપનું શાસન છે. ઘણા સભ્‍યોને એમની ક્ષમતા અને કદ પ્રમાણે હોદ્દા ઉપર પસંદગી કરી કામ કરવાની તક આપવામાં આવી છે અને ઘણા સભ્‍યો પાયાના કાર્યકર્તા છે પરંતુહોદ્દાથી વંચિત રહ્યા છે. આ ઉપરાંત નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્‍યારે સક્રિય કાર્યકર્તા અને મતદારોમાં પ્રભુત્‍વ ધરાવતા સભ્‍યોની પણ પક્ષની જરૂર છે. તદઉપરાંત સ્‍થાનિક અને વર્ગ અને જાતિ સમીકરણને પણ ધ્‍યાન પર લેશે એવી પરિસ્‍થિતિમાં પક્ષ તમામ પાસાનો અભ્‍યાસ કરી પસંદગીની મહોર મારશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Related posts

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

એરો ફાઈબર પ્રાઈવેટ લિમીટેડ કંપનીની સહાયતાથી સી.એસ.આર. અંતર્ગત સેલવાસ ન.પા.ના કર્મચારીઓને ગ્રુપ એક્‍સિડન્‍ટ ગાર્ડ પોલિસી હેતુ શિબિર યોજાઈ

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

Leave a Comment