નેપાળી દિલબહાદુર બાલબહાદુર કચરો વીણતા એકાંકી જીવન જીવતો હતો : આરોપી યુવક સંજયની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી ટાંકી ફળીયામાં 31મી ઓગસ્ટના રોજ એક આધેડ નેપાળીની શંકાસ્પદ હાલતમાં હત્યા કરાયેલ લાશ મળી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપી યુવકની ધરપકડ કરી હતી.
જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત તા.31ના રોજ વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં દિલબહાદુર બાલબહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પીએમ કરાયુ હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી ડીવાયએસપી બી.એન. દવે, ટાઉન પી.આઈ. કે.જે. રાઠોડ દ્વારા ટીમ બનાવી તપાસ આરંભી હતી તે મુજબ આરોપી સંજય નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં સામાન્ય બોલાચાલી થઈ હતી તેથી બોથર્ડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું આરોપીએ કબુલાત કરી હતી. યુવક સંજય ઝનુની સ્વભાવનો છે, કચરો વીણી આ વિસ્તારમાં રહી ગુજરાન ચલાવે છે. મૃતક દિલબહાદુર ટાંકી ફળીયામાં સરસ્વતીનગર સમર્થ રેસિડેન્સી બિલ્ડીંગ ફલેટ નં.101માં રહેતો હતો અને ચાઈનીસ દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.