October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશની એક ખાનગી શાળામાં ભણતી બાળકી સાથે દુષ્‍કર્મની ઘટનામાં એસ.પી.ને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેમાં જણાવ્‍યા અનુસાર આદિવાસી બહુલ વિસ્‍તાર દાનહમાં એક અનુસૂચિત જાતિની સગીર વયની બાળકી સાથે દુષ્‍કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને લઈ દાનહ અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી ખુબ જ ગંભીર અને ચિંતિત છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરુ-શિષ્‍યપરંપરાને કલંકિત કરનાર એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકના બળાત્‍કારની ઘૃણાસ્‍પદ કૃત્‍યને લઈ આખા પ્રદેશમાં આક્રોશનો માહોલ પૈદા થયો છે. પ્રદેશની જનતાની માંગ છે કે આરોપીઓને તાત્‍કાલિક પ્રભાવથી તટસ્‍થ તપાસ પૂર્ણ કરી ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા અપાવી અન્‍ય લોકો માટે પોલીસ પ્રશાસન એક ઉદાહરણ રૂપ દાખેલો બેસાડે જેથી ભવિષ્‍યમાં કોઈપણ આ પ્રકારના ગુનાહિત કૃત્‍યો કરવાનું દુઃસાહસ નહીં કરે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી એ માંગ કરે છે કે જે સંસ્‍થામાં આવી ઘૃણાસ્‍પદ ઘટના બની છે એ સંસ્‍થામાં સરકારી અધિકારીની તાત્‍કાલિક રૂપે નિયુક્‍તિ કરવામાં આવે અને નિષ્‍પક્ષ તપાસ માટે આ ખાનગી શાળાના કોઈપણ ટ્રસ્‍ટી, સંસ્‍થાના શૈક્ષણિક/પ્રશાસનિક કાર્યમા સામેલ નહીં હોય એવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ. સાથે મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતી આવી ખાનગી સંસ્‍થાઓની માહિતી સર્વે કરી સીસીટીવી કેમેરા સર્વિલન્‍સની સુવિધા અનિવાર્ય કરવામાં આવે.
ભૂતકાળમાં પણ શિક્ષણના ક્ષેત્રમાં એવી કેટલીક ઘટનાઓ પ્રદેશને શર્મસાર કરી ચુકી છે. જેથી પોલીસ પ્રશાસન પાસે માંગ કરીએ છીએ કે આવા શરમજનક અને ઘૃણાસ્‍પદ કૃત્‍યમાં સામેલ લોકો અથવા આવી માનસિકતા ધરાવનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાંઆવે જેથી ભવિષ્‍યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી મહેશભાઈ ગાવિત સહિત પાર્ટીના અન્‍ય પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment