October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: નવસારી જિલ્લામાં દીપડાઓ શિકારની શોધમાં શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવી ચડતા હોય છે. થોડા દિવસ પૂર્વે જ નવસારી ખાતે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. ત્‍યારે ચીખલી તાલુકામાં પણ દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયો હતો. તાલુકાના ચીમલા ઉગમણા ફળિયા રહેણાંક વિસ્‍તારમાં શિકારની શોધમાં રાત્રીના સમયે દીપડો લટાર મારતો જોવા મળતા સ્‍થાનિકોમાં ભય ફેલાઈ જવા પામ્‍યો છે.
ચીમલા ઉગમણા ફળિયા વિસ્‍તારમાં હાલે છેલ્લા બે દિવસથી રાત્રીના સમયે દીપડો લટાર મારતો હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. ત્‍યારે આ અંગે ચીખલી વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિતની ટીમ સ્‍થળ ઉપર જઈ જરૂરી તપાસ કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ દજરવામાં આવી છે.

Related posts

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment