September 17, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

બે વર્ષથી ઉદ્યોગોનું ઍક્સપાન્સન અટકેલું : હવે પ્રોડકશન વધારી શકશે :
પરમીશનથી ઉદ્યોગ જગતમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીના 99 જેટલા કેમિકલ, ટેક્‍સટાઈલ, ફાર્મા, પેપરમિલ જેવા ઉદ્યોગો સામે જી.પી.સી.બી.એ ઉદ્યોગોનું પાણી સી.ઈ.ટી.પી.માં બે વર્ષથી નહી છોડવાનો પ્રતિબંધ કર્યો હતો. જેના લીધે ઉદ્યોગોનું એક્‍સ્‍પાસન અટકી ગયું હતું. વી.આઈ.એ કરેલી અરજી અને નાણામંત્રી-વી.આઈ.એ.ની કમિટીની ગાંધીનગરમાં સફળ રજૂઆત બાદ જી.પી.સી.બી.એ 99 ઉદ્યોગોને સી.ઈ.ટી.પી.માં 4094 એમ.એલ.ડી. ઈન્‍ફલુઅન્‍ટ છોડવાની મંજૂરી આપતા વાપી ઉદ્યોગ જગતમાં ખુશીના માહોલ સાથે બે વર્ષથી ઘાંચમાંપડેલી પરમિશનનો સુખદ અંત આવ્‍યો છે.
વી.આઈ.એ.ની અખબારી મુજબ જી.પી.સી.બી.ની મળેલી પરમીશન બાદ કેમિકલ, ફાર્મા, પેપરમીલ, ટેક્‍સટાઈલ જેવા 99 ઉદ્યોગો હવે તેમનું ઈન્‍ફલુઅન્‍ટ સી.ઈ.ટી.પી.માં છોડી શકશે. જેને લીધો ઉદ્યોગોનું અટકેલું એક્‍સ્‍પાશન થઈ શકશે. પ્રોડકશન વધશે. રોજગારી પણ વધશે. અગાઉ બે વર્ષ પહેલાં વી.જી.સી.એલ.ના બે ડિરેક્‍ટરો દ્વારા જી.પી.સી.બી.ના અધિકારીઓને 10 કરોડ આપ્‍યા હોવાનું ભૂત ધુણ્‍યુ હતું. જેની ઈન્‍કવાયરી વી.જી.સી.એલ. અને જી.આઈ.ડી.સી. ચેરમેન થેનારસન દ્વારા ચલાવાઈ હતી. તે મામલે પરમીશન અટકી હતી. પરંતુ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગરની મિટિંગમાં ઉચ્‍ચ રજૂઆત કરી હતી. એડવાઈઝરી બોર્ડર્ના મેમ્‍બર અને પૂર્વ વી.આઈ.એ. પ્રમુખ યોગેશ કાબરીયા, એડવાઈઝરી મેમ્‍બર, એ.કે. શાહ, મિલન દેસાઈ, વી.જી.ઈ.એલ. ડાયરેક્‍ટર મગન સાવલીયા, સુરેશ પટેલ, સુનિલ અગ્રવાલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, કલ્‍પેશ વોરાના સફળ પ્રયત્‍ન બાદ જી.પી.સી.બી.એ 99 ઉદ્યોગોને 4094 એમ.એલ.ડી. પ્રદૂષિત પાણી સી.ઈ.ટી.પી. છોડવા લીલીઝંડી આપી છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment